- સિટી બસચાલકે બાળકને લીધો અડફેટે
- બસચાલકે બાળકને અડફેટે લેતા સ્થાનિકોમાં રોષ
- ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો
સુરત શહેરનો જેમ જેમ વિકાસ થઇ રહ્યો છે તેમ તેમ લોકોના જીવ સસ્તા થતા હોય તેવુ લાગી રહ્યુ છે. ઘરની બહાર નીકળ્યા કે મુશ્કેલીઓ શરૂ થઇ જાય છે. હવે સુરત સિટી બસચાલકો બન્યા બેફામ. સિટી બસચાલકે બાળકને લીધો અડફેટે. બસચાલકે બાળકને અડફેટે લેતા સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.















