- ઓલપાડમાં સાંધીયેર ગામના ખેડૂતો પોલીસ સ્ટેશન પહોંચ્યા
- કોંગ્રેસ આગેવાન દર્શન નાયકની આગેવાનીમાં ખેડૂતોએ કરી ફરિયાદ
- ઈલેક્ટ્રીક પાણી મોટરની ચોરી કરતા ઇસમોને પકડવા માંગ
સુરતના ઓલપાડના સાંધીયેર ગામના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી પાણીની ઇલેક્ટ્રિક મોટરની ચોરીને લઈને ત્રસ્ત થઈ ગયા છે. જેને લઈને આજે ગામના ખેડૂતોએ દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યા હતા અને પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

ઇલેક્ટ્રિક પાણીની મોટર ચોરી થવા મામલે આજે ઓલપાડના સાંધીયેર ગામના ખેડૂતો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકની આગેવાનીમાં ઓલપાડ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગામની સીમમાં છેલ્લા કેટલાય દિવસોથી થઈ રહેલ ઈલેક્ટ્રીક પાણીની મોટરોની ચોરીને લઈને ફરિયાદ દાખલ કરાવી હતી.

ફરિયાદમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક મોટરની ચોરીની વધી રહેલી ઘટનાઓને લઇને ખેડૂતોને ભારે હાલાકી સામનો કરી રહ્યા છે. જેથી, ઈલેક્ટ્રીક પાણીની મોટરની ચોરી કરતા ઇસમોને જલ્દી પકડી પાડવા પોલીસ સમક્ષ માંગ કરી હતી. તેમજ, રાત્રિ દરમિયાન પોલીસ ગામની સીમમા પેટ્રોલિંગ વધારે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તો, ખેડૂતોની ફરિયાદને પગલે ઝડપથી ચોરોને ઝડપી પાડવાની પોલીસે બાહેંધરી આપી છે.









