- પાકિસ્તાનના વોટ્સએપ નંબરથી નેપાળના લોકો સાથે પણ ચેટિંગ કરતો
- આરોપી મોલાના સુહેલ ની ધરપકડ બાદ રઝા અને શહેનાઝે મોબાઇલ તોડીને ફેંકી દીધા હતા
- યૂ-ટ્યૂબર જેસ બાબા સાથે પણ રઝાના સંપર્કો બહાર આવ્યા હતા
હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રમાં ધરપકડ કરાયેલા કામરેજના કઠોર ગામના મૌલવી મોહમ્મદ સોહેલ આબુ બક્કલ ટીમોલને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ કોર્ટમાં રજુ કરી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દસ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. મૌલાના 24-મે સુધી રિમાન્ડ પર છે. પકડાયેલા મૌલાના સોહેલ અબુબકરની છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે વધુ કેટલાંક નેતાઓની સોપારી લેવાઇ હોવાનું સામે આવ્યું છે.

મહારાષ્ટ્રના નાંદેડનો પકડાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં હતો
મહારાષ્ટ્રના નાંદેડનો પકડાયેલો રઝા પાકિસ્તાનના સંપર્કમાં હતો. પાકિસ્તાનના ડોગર અને યૂ-ટ્યૂબર સાથે સંપર્કમાં રહેતો હતો. દેશ વિરોધી કૃત્ય કરતો રઝા 24 મે સુધી પોલીસના રિમાન્ડ પર છે.

હિન્દુ નેતાની હત્યાનું કાવતરું
મૌલવીની ધરપકડ દરમિયાન ચોંકાવનારો ખુલાસા સામે આવ્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૂળ કામરેજના કઠોરનો રહેવાસી સોહેલ પાકિસ્તાનના ડોગર અને નેપાળના શેહનાઝના સંપર્કમાં હતો. હિન્દુ નેતાની હત્યાનું કાવતરું રચવામાં આવ્યું હતું. મૌલવી સોહેલને 1 કરોડમાં સોપારી આપવામાં આવી હતી. આતંકી કનેક્શન ધરાવનારાઓએ કઠોર મૌલવી સોહેલને આ સોપારી આપી હતી. જે માટે પાકિસ્તાનથી ઘાતક હથિયાર પણ મંગાવ્યું હોવાની હકીકત સામે આવી હતી. હત્યાનું કાવતરું પાર પાડે તે પહેલાં કઠોરના મૌલવીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. 
પાકિસ્તાનના વોટ્સએપ નંબરથી નેપાળના લોકો સાથે પણ ચેટિંગ કરતો
આરોપી મૌલાના સોહેલની ધરપકડ બાદ રઝા અને શહેનાઝે મોબાઇલ તોડીને ફેંકી દીધા હતા. યૂ-ટ્યૂબર જેસ બાબા સાથે પણ રઝાના સંપર્કો બહાર આવ્યા હતા. મહારાષ્ટ્રનો આરોપી રઝા FY BSC સુધી ભણ્યો છે. સુરતમાં જે લોકો કટ્ટરવાદી હતા, તેઓનું બ્રેનવોશ કરવાનો પ્રયાસ કરતા હતા. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા માટે આરોપી રઝા ઉશ્કેરતો હતો.

શું છે સમગ્ર મામલો?
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા હિન્દુ સંઘના રાષ્ટ્રીય નેતા ઉપદેશ રાણાને ઇન્ટરનેશનલ કોલ મારફતે અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. ઉપદેશ રાણાએ આ અંગે સુરત પોલીસ કમિશનરમાં લેખિતમાં ફરિયાદ કરી હતી .જેની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. ક્રાઈમ બ્રાન્ચે કામરેજના કઠોર ગામ ખાતે રહેતા અને મદ્રેસામાં મૌલવી તરીકે સેવા આપતા મોહમ્મદ સોહેલ અબુબકર ટીમોલની ધરપકડ કરી હતી.