• નિલેશ કુંભાણીના પત્ની ચાર દિવસ બાદ તેમના નિવાસ્થાને આવ્યા
  • નિલેશ કુંભાણી કયાં છે ટેકેદાર કયા છે તે લોકો હવે અમને પૂછે છે : નીતા કુંભાણી
  • હાઈકોર્ટ જવાનું કહી નિલેશ અમદાવાદ નિકળ્યા હતા : નીતા કુંભાણી

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે સાતમી મેના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. જોકે તે પહેલા જ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા અને અન્ય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવારનો બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ત્યારબાદથી નિલેશ કુંભાણી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હવે તેઓ ભાજપમાં જોડાશે તેવી પણ ચર્ચા થઈ રહી છે. ફોર્મ રદ થયા બાદ સંપર્ક વિહોણા થયેલા નિલેશ કુંભાણી વિરૂદ્ધ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રોષે ભરાઈ છે. કોંગ્રેસ દ્વારા તેમના ઘર પર જઈને વિરોધ કરાયો હતો. તો આમ આમદી પાર્ટી પણ નિલેશ કુંભાણી વિરૂદ્ધ વિશ્વાસઘાતનો આરોપ લગાવી રહી છે. આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયાએ વરાછા પોલીસ સ્ટેશનમાં નિલેશ કુંભાણી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.

જાણો શું કહ્યુ તેમની પત્ની નીતા કુંભાણીએ

[[$googlead]]

બીજી તરફ નિલેશ કુંભાણીના પત્ની નીતા કુંભાણી આજે મિડીયા સમક્ષ આવ્યા હતા,તેમનું કહેવું છે કે,મારા ઘરે કોગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો.હુ ઘર બંધ કરીને બાળકોના યુનિફોર્મ લેવા ગઈ ત્યારે મારા ઘરની બહાર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા,નિલેશ કુંભાણી અમદાવાદમાં હોય તેવી મને શંકા છે,કારણકે તેઓ જયારે ઘરેથી નિકળ્યા ત્યારે ગુજરાત હાઈકોર્ટ જવાનું કહીને નિકળ્યા હતા.અત્યારે નિલેશ કુંભાણી કયાં છે તેની પણ મને કોઈ ખબર નથી.

[[$alsoread]]

સુરતમાં પ્રતાપ દુધાત રહેશે કાં તો કુંભાણી : કોંગ્રેસ નેતા પ્રતાપ દૂધાત

અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવીને કહ્યું હતું કે, હું છેલ્લાં શ્વાસ સુધી નિલેશ કુંભાણીને છોડવાનો નથી. હવે સુરતમાં કાં તો એ રહેશે કાં તો હું રહીશ. તેણે જ્યાં છુપાવું હોય છુપાઈ જાય. સી.આર.પાટીલના ઘરે જતા રહેવું હોય તો જતા રહે. હું સ્મશાન સુધી તેનો પીછો કરીશ. નિલેશ કુંભાણીએ પીઠમાં ખંજર માર્યું છે અને કુંભાણીના કારણે જ કોંગ્રેસે સુરતની બેઠક ગુમાવી છે. જો નિલેશ કુંભાણી ભાજપમાં જોડાશે તો તેનો વિરોધ થશે.

અગાઉ કોંગ્રેસ કાર્યકરો કુંભાણીના ઘરે દેખાવ કર્યો હતો

અગાઉ કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના સુરત ખાતેના ઘરે પહોંચીને 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' તેવા બેનર લઈને દેખાવ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરત લોકસભામાં કોંગ્રેસે નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ નાટકીય રીતે નિલેશ કુંભાનીના ટેકેદાર ગાયબ થઈ ગયા હતા. જેને કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં અન્ય આઠ ઉમેદવારોએ પણ પોતાનો ફોર્મ પર ખેંચી લેતા અને ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.

 

  • Follow us on: