- અડાજણમાંથી 40 લાખથી વધુનું ડ્રગ્સ-ગાંઝો ઝડપ્યો
- LSD ડ્રગ્સ અને હાઈબ્રીડ ગાંજાનો જથ્થો ઝડપાયો
- બેંગકોકથી ડાર્કવેબ પરથી ઓનલાઈન મંગાવાતું ડ્રગ્સ
સુરત સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સનો વેપલો મોટા પ્રમાણમાં વધી ગયો છે. જેની સાક્ષી પૂરતા અનેક કેસ છેલ્લા કેટલાય સમયથી સામે આવી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ સુરતમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો તો ત્યારે આજે પણ સુરતમાંથી 40 લાખથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ આવ્યો છે. જેની સાથે છેલ્લા કેટલાય સમયથી વોન્ટેડ આરોપીની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી મુજબ, સુરત SOG પોલીસને મોટી સફળતા મળી છે. સુરત SOGએ શહેરના અડાજણ વિસ્તારમાંથી 40 લાખથી વધુનું LSD ડ્રગ્સ અને હાઈબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો છે. તો સાથે સાથે ડ્રગ્સની હેરાફેરી કરતાં અને છેલ્લા કેટલાય સમયથી ભાગતા ફરતા વોન્ટેડ આરોપીને પણ પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આ ડ્રગ્સ બેંગકોકથી ડાર્કવેબના માધ્યમથીથી ઓનલાઇન મંગાવામાં આવતું હતું. આમ સુરત SOG પોલીસે પહેલીવાર સુરત શહેરમાં વિદેશથી ડ્રગ્સનો ચાલતો ધંધાનો પ્રદાફાશ કરવામાં આવ્યો છે.










