- આપકા બેટા મર્ડર મેં પકડા ગયા હૈ કહી દહેશત ફેલાવતા લાખો રૂપિયા પડાવી લેવાનો કારસો
- બહારગામ અભ્યાસ કરતા સંતાનો ના જ વાલીઓની વિગતો મેળવી બનાવાય છે ટાર્ગેટ
- કોલિંગ નંબરની ડીપીમાં IPS અધિકારી ના ફોટાનો ઉપયોગ થાય છે
સુરતમાં કાપડના વેપારીઓને પાકિસ્તાનથી કોલ આવી રહ્યાં છે,જેમાં કોલ કરીને કહેવામાં આવે છે કે,તમારો છોકરો મર્ડરના ગુનામાં પકડાઈ ગયો છે,જે વેપારીઓના છોકરા બહારગામ અભ્યાસ કરી રહ્યાં છે તેવા વેપારીઓને કોલ કરી રૂપિયાની માંગણી પણ કરવામાં આવે છે.પાકિસ્તાની સાયબર ઠગો છેલ્લા એક પખવાડિયાથી વેપારીઓને કોલ કરી હેરાન કરી રહ્યાં છે.
સુરત કાપડના વેપારીઓ નિશાના પર
સમગ્ર ઘટનાને લઈ સુરતના કાપડ વેપારીઓને નિશાના પર લઈ રહ્યા છે,વેપારીઓનો આક્ષેપ છે કે,વેપારીના બાળકો એકઝામ હોલ કે લેક્ચરમાં બેઠા હોય ત્યારે જ આ પ્રકારના કોલ આવે છે જેના કારણે વેપારીઓ પણ બાળકનો સંપર્ક કરી શકતા નથી કે બાળક પણ તેમના માતા-પિતાનો ફોન ઉપાડી શકતા નથી.
ચક્ષુ પોર્ટલથી આ રીતે ફાયદો થશે
ચક્ષુ પોર્ટલનો ઉપયોગ સસ્પેક્ટેડ ફ્રોડ માટેના કમ્યુનિકેશનની જાણ કરવા માટે થઈ શકે છે. આના દ્વારા તમે નંબર, ફિશિંગ અને મેસેજના પ્રયાસો વિશે જાણ કરી શકશો. ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, બેન્કો અને વોલેટ ઓપરેટરો વચ્ચે સાયબર ક્રિમિનલ ડેટા શેર કરવા માટેની ઇન્ટર એજન્સીનો પ્રયાસ છે.
અજાણ્યાં નંબરથી સાવધાન
તેવામાં હવે સવાલ એ થાય છે કે કેવી રીતે ઓળખવું કે આ ફ્રોડ કોલ છે? જો તમને કોઈ અજાણ્યાં નંબરથી કોલ આવે છે તો તમારે સાવધાન રહેવું. કોલ રિસીવ કરવાથી પહેલાં આ નંબરની માહિતી ગૂગલ પરથી મેળવી લેવી. કોલ ઉપાડીને પોતાની પર્સનલ માહિતી જેવી કે બેંક એકાઉન્ટનો નંબર, આધાર નંબર કે OTP ન આપવાં.
વિચાર્યા વિના નિર્ણય ન લેવો
ફ્રોડ કોલ કરનારા લોકો તમને તાત્કાલિક જવાબ આપવા માટેનો દબાણ બનાવશે. તેવામાં કોઈપણ પ્રકારની લેનદેન કરવાનો નિર્ણય વિચાર્યા વિના ન કરવો. જરૂર લાગે તો 2 -4 લોકોને આ કોલ અંગે વાત કરીને જ આગળ પગલું ભરવું.
કોલ રેકોર્ડ કરવો
જો તમને શંકા છે કે આ કોલ ફ્રોડ કોલ છે તો તેને રેકોર્ડ કરવું. આ રેકોર્ડિંગ પાછળથી પુરાવા તરીકે કામ આવી શકે છે. જો તમારી સાથે ફ્રોડ થઈ ચૂક્યો છે તો તમારે તાત્કાલિક ધોરણે બેંકનો તેમજ પોલીસનો સંપર્ક કરી લેવો.
એક્સ્ટ્રા સેફ્ટી
પોતાના ફોનમાં ટ્રૂ કોલર એપ ઈંસ્ટોલ કરવી. આ અજાણ્યાં નંબર અંગે માહિતી આપે છે. ફ્રોડ કોલ કરનારા લોકો તમને છેતરવાના નવા-નવા રસ્તાઓ શોધશે પણ તમારે શાંતિથી સમજી-વિચારીને જ કોઈ નિર્ણય લેવો જોઈએ.









