- રૂ 500 રૂપિયાની લેતી દેતીમાં હત્યા
- સાગર સવાઈ ની કરવામાં આવી હત્યા
- પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી
સુરત શહેર કેટલાય સમયથી ગુજરાતનું ક્રાઇમ કેપિટલ બની રહ્યું હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા રહે છે. અવારનવાર ચોરી લૂંટફાટની ઘટનાઓની સાથે સાથે હત્યાના બનાવો પણ બનતા રહે છે ત્યારે આજે એક એવી ઘટના સામે આવી છે જેને જોઈને માનવતા અને મિત્રતાના સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જશે. આજે સુરતમાં એક શખ્સે બીજા શખ્સની પૈસાની લેતીદેતીમાં હત્યા કરી નાખી.
મળતી માહિતી મુજબ, સુરતના પાંડેસરામાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. હત્યાની આ ઘટના પાંડેસરામાં આવેલા ઉમાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બનવા પામી છે, જેમાં એક યુવકે માત્ર 50 રૂપિયાની લતીદેતીમાં અન્ય એક હત્યાની હત્યા કરી નાખી છે. મૃતકની ઓળખ સાગર સવાઈ તરીકે થઈ છે. સાગર સવાઇની હત્યા મામલે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









