સુરતમાં નાઈજીરીયન યુવતી પાસેથી રૂ 1.49 કરોડનાં કોકેઈન પકડવાનો મામલે મોટો ઘટસ્ફોટ થયો. કોકેઈન ગુનામાં નાઈજીરિયન યુવતની અટકાયત કરવામાં આવ્યા બાદ તપાસ હાથ ધરાઈ હતી. તપાસમાં આ નાઈજીરીયન યુવતીના વિઝા બોગસ હોવાની સ્ફોટક માહિતી સામે આવી. નવસારીથી SMCએ યુવતીને ઝડપી પાડી હતી. યુવતીએ નાગરીકતા બતાવવા બોગસ વિઝાના સ્ટીકર ચોંટાડયા હતા. SMCની તપાસમાં નાઈજીરીયન યુવતીનો કાંડનો પર્દાફાશ થતા ડ્રગ્સની હેરાફેરી ઉપરાંત બોગસ ડોક્યુમેન્ટ ઉભા કરવાનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

બાતમીના આધારે રાખી વોચ
નાઈજીરીયન યુવતી મારગ્રેટ કોકેઈન સાથે 17 ફેબ્રુઆરીના રોજ નેશનલ હાઈવે ઉપરથી પકડાઈ હતી. SMCને બાતમી મળી હતી કે મોટાપાયે ડ્રગ્સની હેરાફેરી થવાની છે. અને આ બાતમીના આધારે SMCએ નવસારી નજીક વોચ રાખી હતી. જ્યાં એક મહિલાની હિલચાલ પર શંકા જતા તેને પકડી અને પૂછપરછ કરી. તપાસમાં સામે આવ્યું કે આ મહિલા એક નાઈજીરિયન યુવતી છે અને તેની ઝડતી લેતા તેની પાસેથી 149.510 ગ્રામનું કોકેઈન મળી આવ્યું.

પાસપોર્ટ જપ્ત કરાયો
મહિલા પાસેથી કોકેઈન જેવી પ્રતિબંધિત વસ્તુ મળતાં તેમજ મહિલા એક વિદેશી નાગરિક હોવાથી તેના પાસપોર્ટની તપાસ કરવામાં આવી. જેમાં સામે આવ્યું કે નાઈજીરિયન મહિલા પાસે જે પાસપોર્ટ છે તે બનાવટી છે એટલે કે પાસપોર્ટ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. ભારતમાં પ્રવેશ કરવા નાઈજીરિયન યુવતીએ પાસપોર્ટ પર બોગસ વિઝાનાં સ્ટીકર ચોંટાડયા. આ હકીકત સામે આવતા મહિલાનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો. આખરે આ નાઇજીરિયન મહિલાના તાર કોની સાથે સંકળાયેલા છે તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ છે.
  • Follow us on: