સુરતના કતારગામમાં ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થઈ ગયું છે,આ વાતને 17 કલાક થઈ ગયા તેમ છત્તા બાળકની કોઈ ભાળ મળી નથી,જેના કારણે પરિવારમાં આક્રોશ છવાયો છે,તો સ્થાનિકોએ ભેગા મળીને રોડ ચક્કાજામ કરતા પોલીસ પણ પહોંચી છે,કલાકો વિતી ગયા તેમ છત્તા બાળક ના મળતા પરિવારમાં ચિંતા તો છે પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.


[[$googlead]]

17 કલાક કરતા વધુ સમયથી બાળકનો પત્તો નહીં

સુરત કોર્પોરેશનની બેદરકારીના કારણે વધુ એક માસૂમનો જીવ ગયો છે,ગઈકાલે સાંજે કતારગામમાં બાળક ખુલ્લી ગટરમાં ખાબકયુ હતુ,તંત્રની બેદરકારની કારણે આ ગટર ખુલ્લી હોવાની વાત સામે આવી છે,જેમાં કલાકો બાદ પણ બાળક ન મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે.પરિવારજનોએ સ્થાનિક તંત્ર સામે ઠાલવ્યો રોષ અને કતારગામના વરિયાવ વિસ્તારમાં આ ઘટના બની છે,બાળકની ઉંમર 2 વર્ષ છે.માતા બાળકને લઈને બુધવારી બજારમાં ગઈ હતી અને આ ઘટના બની હતી.

[[$alsoread]]

બાળક ખુલ્લી ગટરમાં ગરકાવ

માતા તેના બાળકને લઈ બુધવારી બજારમાં ગઈ હતી અને તે દરમિયાન બાળક ખુલ્લી ગટરમાં ખાબકી ગઈ હતી ત્યારે સ્થાનિકો-પરિજનોએ રોડ પર બેસી રોડ બ્લોક કર્યો છે અને રોડ પર બેસી SMCના અધિકારીઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે,બાળકની શોધખોળ ગટરમાં કરવામાં આવી રહી છે પરંતુ હજી સુધી બાળક મળ્યો નથી,સ્થાનિક ધારાસભ્ય પણ મદદ નહી કરતા હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યાં છે,હાલ પોલીસ પરિવારને શાંતાવના આપી રહી છે પરંતુ પરિવાર ટસનો મસ નથી થતો.

ફાયર વિભાગની 10 કલાકથી વધુ શોધખોળ ચાલુ

જોકે, બાળકનો કોઈ પત્તો ન લાગતા સ્થાનિકો દ્વારા ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને બાળકની શોધખોળ હાથધરી છે. છેલ્લા 10 કલાકથી વધુ ફાયર વિભાગ દ્વારા ગટરમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી બાળકનો કોઇ પત્તો લાગ્યો નથી.

 

  • Follow us on: