સુરતમાં 100 કરોડના હવાલા કૌભાંડ મામલે SOG પોલીસે અમદાવાદ કનેક્શન પકડ્યું છે. 100 કરોડના હવાલા રેકેટમાં અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. ઓમ પંડ્યા દુબઇ માં બેઠેલા મુખ્ય આરોપી મહેશ દેસાઈનો મુખ્ય સાગરીત હોવાનું સામે આવ્યું છે.


મળતી માહિતી મુજબ, સુરતમાં 100 કરોડથી વધુનું હવાલા કૌભાંડ બહાર આવ્યું હતું. જે મામલે SOGએ 3ને પકડી પાડી 27.38 કરોડના બેનામી વ્યવહાર શોધી કાઢ્યા હતા. પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇનાથી હવાલા મારફત આવતા રૂપિયાને USDTમાં કન્વર્ટ કરી આપતા મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારપછી પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા સામે આવી રહ્યા છે. પિતા-પુત્રના 9 જેટલા બેંક એકાઉન્ટ ઉપરાંત વધુ 15 બેંક એકાઉન્ટની માહિતી મળી હતી. આ સાથે વધુ ખુલાસો થયો છે કે, સુરતમાં 100 કરોડના હવાલા કૌભાંડ મામલે SOG પોલીસે અમદાવાદના ઓમ પંડ્યાની ધરપકડ કરવામાં આવી છે. ઓમ પંડ્યા દુબઇ માં બેઠેલા મુખ્ય આરોપી મહેશ દેસાઈનો મુખ્ય સાગરીત હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સુરતમાં આવેલ સોની ફળિયા સિંધીવાડની સફિયા મંઝિલમાં દરોડો પાડી મકબુલ અબ્દુલ રહેમાન ડોક્ટર, તેનો પુત્ર કાસીફ મકબુલ ડોક્ટર તથા માઝ અબ્દુલ રહીમ નાડાને ઝડપી પાડીને હવાલા કૌભાંડ ઉઘાડું પાડ્યું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને પિતા-પુત્રના એક મોબાઈલમાંથી 15થી વધુ બેન્ક એકાઉન્ટની ડિટેઇલ મળી આવી હતી. જેમાંથી નવ જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કર્યા હતા. જેના માધ્યમથી આરોપીઓ અલગ અલગ દેશમાં ટ્રાન્જેક્શન કરતા હતા. ₹100 કરોડથી પણ વધુના હવાલાના ટ્રાન્ઝેક્શનના આરોપી મકબુલ પાસે દુબઈના રેસિડેન્સ વિઝા પણ મળી આવ્યા હતા.

  • Follow us on: