• સુરતમાં જિલ્લામાં આજે મુશળધાર વરસાદ ખાબક્યો
  • શહેર અને ગ્રામ્ય પંથકમાં 7 ઈંચ વરસાદ
  • નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી

સુરતમાં જિલ્લામાં આજે મુશળધાર વરસાદ ખાબક્યો છે. સુરત શહેર અને ગ્રામ્ય પંથકમાં 7 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના રસ્તાઓ જાણે સ્વિમિંગપુલ બની ગયા છે. તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી.

સુરતના વિવાધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ

[[$googlead]]

સુરતના મજુરા ગેટથી ઘોટદોડ રોડ પર ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે. રોડ પર વરસાદી પાણી ભરાવાના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા. વરસાદી પાણીમાં વાહનચાલકો ફસાયા હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે. આખા સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો. બારડોસી, ઓલપાડ, કામરેજ સહિતના વિસ્તારમાં મેઘમહેર થઈ. આ મેઘમહેર મુસિબત લઈને આવી હોવાના દ્રશ્યો સર્જાયા. કામરેજ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

[[$alsoread]]

કતારગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ 

સુરતના કતારગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા કતારગામ હથિવાળા મંદિર પાસે પાણી ભરાઈ ગયા. એટલી હદે પાણી ભરાયા કે વાહન ચાલકોનું પસાર થવું મુશ્કેલ થઈ ગયું. આ પહેલી વાર નથી કે હથિવાળા મંદિર પાસે પાણી ભરાયા હોય. આ દર વર્ષની સમસ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. વરસાદી પાણી ભરાતા લોકો બોટમાં જતાં નજરે પડ્યાં. વાહનોનો ધક્કો મારીને પાણીમાંથી બહાર કાઢવાની ફરજ પડી.

સુરતમાં વીજ કરંટથી બાળકનું મોત

સુરતમાં 2 દિવસથી ધોધમાર વરસાદ થઇ રહ્યો છે. તેવામાં સુરતના બારડોલીના ટિમ્બરવામાં વીજ કરંટથી બાળકનું મોત થયાની ઘટના સામે આવી છે.  ગઈકાલે પરિવારે બાળક ગુમ થવાની અરજી આપી હતી. બાળકનો મૃતદેહ આજે ખેતરના સેઢા પરથી મળી આવ્યો હતો. વીજ પોલ નજીકના તાણીયામાં વીજ કરંટ પસાર થતા ઘટના બની હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.


  • Follow us on: