સુરત જિલ્લામાં ગુનેગારો બેફામ બની રહ્યા છે, એક બાદ એક ગંભીર પ્રકારના ગુના સામે આવી રહ્યા છે. ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર જ ના હોય એવું હાલ સુરત જિલ્લાનો માહોલ કહી રહ્યો છે. ત્યારે વધુ એક હૃદય કંપાવનારી ઘટના સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલી પીપોદ્રા ગામની GIDCમાં બની છે.


[[$googlead]]

બાજુના રૂમમાં જ રહેતા નરાધમ વિક્રમ ઠાકુરે માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું

GIDCની એક મિલમાં કામ કરતા અને મિલના ઉપર બનાવેલા રૂમમાં રહેતા પરિવારની એક માસૂમ 6 વર્ષીય સગીર દીકરીને નરાધમે પીંખી નાખી છે, દીકરીના માતા પિતા નીચે મિલમાં કામ કરી રહ્યા હતા, તે દરમ્યાન સાથે કામ કરતા અને બાજુના રૂમમાં જ રહેતા નરાધમ વિક્રમ ઠાકુરે માસૂમ સાથે દુષ્કર્મ આચર્યું હતું. દીકરીને જ્યારે પીડા થઈ અને દીકરીએ માતાને જાણ કરી અને માતા પિતા જ્યારે માસુમને લઈ હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે ડોક્ટરે માસૂમ સાથે થયેલી હકીકત માતા પિતાને જણાવી અને માતા પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી, ડોક્ટરે માસૂમ સાથે દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું.

[[$alsoread]]

પોલીસે તાત્કાલિક નરાધમની કરી ધરપકડ

જોકે દીકરીને હોસ્પિટલ લઈ જતા સમયે નજીકમાં રહેતો વિક્રમ ઠાકુર નામનો ઈસમ જે દીકરીના પિતા સાથે મિલમાં નોકરી કરતો હતો એ પણ સાથે આવ્યો હતો, જોકે ડોક્ટરે દીકરી સાથે દુષ્કર્મનું નિદાન કર્યું હોવાનું જાણ થતાં જ વિક્રમ ઠાકુર ત્યાંથી ભાગી છૂટ્યો હતો, જોકે ડોક્ટર દ્વારા કોસંબા પોલીસને સમગ્ર ઘટના મામલે જાણ કરતા કોસંબા પોલીસે તાત્કાલિક વિક્રમ ઠાકુર વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં નરાધમની ધરપકડ કરી લીધી હતી.


  • Follow us on: