- બિલ્ડર પર બોકરેજ લેવા ગયેલા દલાલને માર મારવાનો આરોપ
- ટેક્સટાઇલ માર્કેટના બોર્ડ રુમમાં પત્રકાર પરિષદમાં બ્રોકરની આપવીતી
- RERAમાં પણ આવા બિલ્ડર્સ સામે કાર્યવાહી માટે રજૂઆત કરાશે
સુરત ટેક્સટાઇલ શોપ બોકર્સ એસોસિએશન દ્વારા રાજ ગ્રુપના બિલ્ડર પર બ્રોકરને દલાલી નહીં ચુકવી માર મારવાનો આરોપ મુકવામાં આવ્યો છે. આ સંદર્ભે બ્રોકરે પુણા પોલીસ સ્ટેશનમાં બિલ્ડર સામે ફરિયાદ પણ નોંધાવી છે અને આગામી દિવસોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ(રેરા)માં પણ ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે.
એસોસિએશન દ્વારા શુક્રવારે ન્યૂ ટેક્સટાઇલ માર્કેટના બોર્ડ રુમમાં આયોજિત પત્રકાર પરિષદમા બિલ્ડર પર આરોપ મુકતા બ્રોકર રુપચંદ ભીકારામ રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા 6 વર્ષથી બ્રોકરેજ પેટે 24 લાખ પિયા લેવાના થાય છે. પરંતુ, બિલ્ડર ગલ્લા-તલ્લા કરી રુપિયા ચુકવતા નથી. 15 ડિસેમ્બરના રોજ રુપચંદ રાઠોડ તેમના મિત્ર મહેન્દ્ર પટેલ સાથે રાજ ટેક્સટાઇલ માર્કેટમાં સી-ટાવરમાં દુકાન નંબર-૫૧માં બિલ્ડર પાસે ગયા હતા અને ત્યાં હાજર બિલ્ડર મુકેશ નાટા અને સોમપ્રકાશ નાટાને બ્રોકરેજ ચુકવવાની વાત કરી હતી. જેથી ઉશ્કેરાઇને મુકેશ અને સોમ પ્રકાશ નાટાએ ગાળાગાળ શરુ કરી રુપચંદની ધોલાઇ કરવા લાગ્યા હતા.










