[[$googlead]]
કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. સુરતના ઓલપાડમાં ડાંગરના પાકને ભારે નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે. ડાંગર પકવતા ખેડૂતોની હાલત દયનીય જોવા મળી છે. દેલાસા, મીરજાપોર ગામે ડાંગરના પાકને નુકસાની જોવા મળી છે. ખેડૂતોએ કાપણી કરી ડાંગર ખેતરમાં રાખી હતી પરંતુ ડાંગર પકવતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. વરસાદ આવતા ખેડૂતોનો તૈયાર પાક પલળી ગયો છે.

ડાંગર પકવતા ખેડૂતોની હાલત દયનીય

ગુજરાતમાં ભર ઉનાળે વરસાદ વરસતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ ઉનાળું પાકનું વાવેતર કર્યું હતું પરંતુ માવઠાએ ખેડૂતોને ચિંતામાં મુકી દીધો છે. ઓલપાડના કાંઠા વિસ્તારમાં ડાંગરના પાક નુકશાનીના ભયાવહ દશ્યો સામે આવ્યા છે. સંદેશ ન્યુઝ પોહચ્યું ઓલપાડના દરિયા કિનારેના ગામે પહોંચ્યું હતું.

ખેડૂતોનો મોઢે આવેલો કોળીયો છીનવાયો

દેલાસા અને મીરજાપોર ગામે ડાંગર પકવતા ખેડૂતોની મેહનત પર પાણી ફરી વળ્યું છે. ઉનાળુ ડાંગર પાકમાં કાંઠા વિસ્તારમાં લાખોનું નુકશાન થયું છે. મીરજાપોર અને દેલાસા ગામના ખેડૂતોનો મોઢે આવેલો કોળીયો છીનવાયો છે. 5 જેટલા ખેડૂતોએ ગત રોજ ડાંગરની કાપણી કરી સૂકવવા નાખી હતી. પરંતુ અચાનક વરસાદ પડતાં ડાંગરનાં પાકમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે. ત્યારે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે સહાયની માંગ કરી છે.

  • Follow us on: