જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ લોકોએ એડવાન્સમાં કરાવેલા ટુર બુકિંગ ધડાધડ રદ કર્યા હતાં. તે ઉપરાંત ટુર સંચાલકોએ પણ સુરક્ષાના કારણોસર ટુર બુકિંગ કેન્સલ કરી નાંખ્યા હતાં. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને POKમાં એર સ્ટ્રાઈક કરીને આતંકના ઠેકાણાઓ સાફ કરી નાંખ્યા હતાં. ત્યાર બાદ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો હતો. યુદ્ધ જેવી સ્થિતિમાં અઝરબૈજાન અને તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપતાં ગુજરાતના ટુર સંચાલકોએ પાક.ને ટેકો આપતા અઝરબૈજાન-તુર્કીની ટુરને બોયકોટ કરી છે.


[[$googlead]]

અઝરબૈજાન અને તુર્કીની ટુરને બોયકોટ કરી

સુરતમાં ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સંચાલકોએ અઝરબૈજાન અને તુર્કીની ટુરને બોયકોટ કરી છે. આ બંને દેશોના ટુર પેકેજ બુક નહીં કરવા નિર્ણય કરાયો છે. દેશમાં 2024માં ત્રણ લાખથી વધુ લોકોએ તુર્કી અને બાકુનો પ્રવાસ કર્યો હતો. જ્યારે 2.25 લાખ લોકોએ અઝર બૈજાનનો પ્રવાસ કર્યો હતો. ટુર સંચાલકોએ બીજા દેશ કરતાં લોકો પોતાના દેશ ભારતમાં ફરવા માટે જાય તેવી અપીલ કરી છે. સંચાલકો તુર્કી અને અઝરબૈજાન જેવા અન્ય પ્રવાસી સ્થળો પર લોકોને પ્રવાસ માટે સમજાવી રહ્યા છે.આ બંને દેશોની સરખામણી જેવા જ અનેક એવા પ્રવાસી સ્થળો છે.

[[$alsoread]]

તુર્કી અને અઝરબૈજાનની મુસાફરીનો બહિષ્કાર

તુર્કી અને અઝર બૈજાન પાકિસ્તાનને ટેકો આપતા દેશ હોવાથી ઘણા ભારતીયો તુર્કી અને અઝરબૈજાનની મુસાફરીનો બહિષ્કાર કરી રહ્યાં છે.ટ્રાવેલ કંપનીઓને હવે બુકિંગ રદ કરવા અંગેના કોલ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર #BoycottTurkeyAzerbaijan ટ્રેન્ડ કરી રહ્યું છે.ટ્રાવેલ ઓપરેટરો લોકોને કહી રહ્યાં છે કે, તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને ટેકો અપાયો હોવાથી અમે ભારપૂર્વક સલાહ આપીએ છીએ કે જો ઈમર્જન્સીમાં જવુ જરૂરી હોય તો જ આ દેશોની મુલાકાત લો.

  • Follow us on: