સુરતના મોટા વરાછામાં રહેતા અને કેનેડામાં સ્ટોર ચલાવતા યુવકની પાડોશીએ જ છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી હતી. કેનેડામાં પત્ની સાથે રહેતા યુવકની હત્યા થવાની સુરતમાં રહેતા ભાઈને જાણ કરાતા પોતે ચોંકી ગયો હતો. કેનેડાની સ્થાનિક પોલીસ દ્વારા હત્યા કરનારની ધરપકડ કરીને તપાસ શરૂ કરાઇ હતી.ધર્મેશ કથીરીયાનો મૃતદેહ સુરત પરત લવાયો છે અને તેની અંતિમવિધી પણ કરાઈ છે.
ઓમકાર રેસિડેન્સીથી નીકળી અંતિમ યાત્રા
કેનેડામાં અભ્યાસ કરતા અને પરિવાર સાથે નોકરી કરવા માટે જતા ગુજરાત સહિત ભારતના નાગરીકોની સુરક્ષા ઘણીવાર જોખમાય છે. સુરતથી સ્ટુડન્ડ વિઝા પર ગયેલા યુવકને પાડોશમાં રહેતા સિનિયર સિટીઝને છરીના ઘા ઝીંકીને પતાવી દીધો હતો. સુરત માટે આ ચોકાવનારી ઘટના બની હતી. ભાવનગર જિલ્લાના નોંધણવદર ગામનો વતની અને સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં રહેતો ધર્મેશ કથિરીયા ૨૦૧૯માં સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો કેનેડા.
વિઝા પર કેનેડામાં અભ્યાસ માટે ગયો હતો.
ધર્મેશ કેનેડાના ઓટાવા નજીક રોકલેન્ડમાં લાલોન્ડે સ્ટ્રીટ ખાતે પત્ની રવિના સાથે રહેતો હતો. ધર્મેશ કેનેડા ખાતે ડિપાર્ટમેન્ટલ સ્ટોલ ચલાવતો હતો. કેનેડાની સ્થાનિક પોલીસ પ્રશાસનના જણાવ્યા મુજબ ૫ એપ્રિલને બપોરના અરસામાં ધર્મેશને તેના જ પાડોશી સિનિયર સિટીઝને કોઈક કારણોસર લાલોન્ડે સ્ટ્રીટ ખાતે જ છરીના ઘા ઝીંકયા હતા. જોકે સ્થળ પરથી જ સિનિયર સિટીઝનની ધરપકડ કરી લેવાઈ અને ધર્મેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, છરીના ઘા જીવલેણ નિવડતાં મોત થયું હતું. હાલ પોલીસ પ્રશાસન દ્વારા શકમંદ સિનિયર સિટીઝન સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અગાઉ પણ કેનેડામાં ભારતના નાગરીકની જ હત્યા બાદ હવે બીજી ઘટના બનતા કેટલાંક સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પરિવારને ન્યાય અપાવવા ભારતના વિદેશમંત્રી સમક્ષ રજૂઆત
ધર્મેશની કેનેડમાં હત્યા થતા ભારતનું વિદેશ મંત્રાલય હરકતમાં આવી ગયું હતુ.નોંધણવદરના વતની પટેલ પરિવારના જુવાનજોત ધર્મશની હત્યાના પગલે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ તાત્કાલિક ધોરણે આ મામલે વિદેશ મંત્રી જયશંકરને આ બાબતે વાકેફ કર્યા હતા. હત્યારાને તાત્કાલિક ધોરણે સજા મળે તે બાબતની યોગ્ય તપાસની માંગણી કરી છે.









