ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ ચાલી રહી છે. પાકિસ્તાન ગુજરાતના અનેક શહેરો પર ડ્રોન મોકલી રહ્યું છે પરંતુ ભારતીય સેના તેના હુમલાને હવામાં જ નિષ્ફળ બનાવી રહી છે. યુદ્ધના માહોલ વચ્ચે ગુજરાત સરકાર એલર્ટ મોડમાં જોવા મળી રહી છે અને ગુજરાતમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પ્રયાસો હાથ ધરી રહી છે. આવી સ્થિતિમાં સુરતના એક યુવકની વિચિત્ર હરકત સામે આવી છે આ યુવકે પહેલગામ હુમલાને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું છે.
સુરત પોલીસે એક યુવકની કરી ધરપકડ
સુરત પોલીસની સોશીયલ મીડિયા પર બાજ નજર છે કારણ કે જો સોશિયલ મીડિયા પર કોઈપણ ખોટી માહિતી ફેલાય તો તેને અટકાવી શકાય. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિનો માહોલ સર્જાયો છે આ સ્થિતિમાં સુરતના યુવકે પહલગામ આંતકી હુમલા અંગે આપત્તિજનક વિડીયો અપલોડ કર્યો હતો અને આ અંગે પોલીસને બાતમી મળતા જ તેની ધરપકડ કરવામાં આવી છે.
આપત્તિજનક વીડિયો અપલોડ કરનાર સામે કાર્યવાહી
સુરતના યુવકે પહલગામ હુમલાને લઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. યુદ્ધની સ્થિતિ વચ્ચે આપત્તિજનક વીડિયો અપલોડ કરનાર સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. પોલીસે વીડિયો બનાવનાર દીપેનસિંહની ધરપકડ કરી છે. ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે લોકોમાં ડરનો માહોલ પેદા કરનાર આ યુવક હવે પોલીસના હવાલે છે. અમરોલી પોલીસે યુવક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસે વિડીયો બનાવનર ઈસમની ધરપકડ કરી છે. વીડિયો બનાવનાર આ યુવકનું નામ દીપેનસિંહ હોવાનું સામે આવ્યું છે.