• પાટડી-જૈનાબાદ રોડ પર ટ્રેલર અડફેટે બાઈકચાલકનું મોત

  • ચૂડાના ગોખરવાળામાં છકડો પલટી જતા પતિ, પત્ની અને ર પુત્રીઓને ઈજા
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા સુરેન્દ્રનગર લઈ જવાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-જૈનાબાદ રોડ અને ચુડાના ગોખરવાળામાં અકસ્માતના ર બનાવ બન્યા છે. જેમાં પાટડી-જૈનાબાદ રોડ પર મીઠાઘોડાના બાઈક ચાલકનું ટ્રેઈલર અડફેટે મોત થયુ છે. જયારે ચુડાના ગોખરવાળામાં છકડો રિક્ષા પલટી ખાઈ જતા પતિ, પત્ની અને ર પુત્રીઓને ઈજા પહોંચી છે.

મીઠાઘોડા ગામે રહેતા ડાયાભાઈ મોતીભાઈ મકવાણા તા. 31 મેના રોજ કામ અર્થે બાઈક લઈને પાટડી ગયા હતા. જયારે પાટડીથી સાંજના સમયે પરત મીઠાઘોઢા આવતા હતા. જેમાં પાટડી-જૈનાબાદ રોડ પર વડવાળા હોટલ પાસે સામેથી આવતા ટ્રેલરના ચાલકે પુરઝડપે ચલાવી ડાયાભાઈ સાથે અકસ્માત કર્યો હતો. અને ડાયાભાઈ નીચે પટકાયા હતા. જેમાં ટ્રેઈલરનું વ્હીલ ડાયાભાઈના માથે અને પગ પર ફરી વળતા તેઓનું મોત થયુ હતુ. બનાવની મૃતકના ભાઈ માવજીભાઈ મોતીભાઈ મકવાણાએ પાટડી પોલીસ મથકે ટ્રેઈલર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે ચુડા તાલુકાના ગોખરવાળા ગામે રહેતો પરીવાર છકડા રિક્ષામાં ખેતરે જતા હતા. ત્યારે ગોખરવાળાના પાટીયા પાસે છકડો રિક્ષા પલટી ખાઈ જતા ગોખરવાળાના લાલજીભાઈ બહાદુરભાઈ આકવીયા, તેમના પત્ની વસંતબેન લાલજીભાઈ આકવીયા, દિકરી વઢવાણના આશુબેન રમેશભાઈ અને રતનપરના સંગીતાબેન નવઘણભાઈને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 દ્વારા સુરેન્દ્રનગર લઈ જવાયા હતા.


  • Follow us on: