સુરેન્દ્રનગર જિલ્લામાં દસમા તબક્કાના સેવાસેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જેમાં ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામે સેવાસેતુ યોજાયો હતો. જેમાં 2356 લોકોના વિવિધ સરકારી કામો ઘર આંગણે થયા હતા.


રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં દસમા તબક્કાના સેવાસેતુના કાર્યક્રમોનું આયોજન કર્યુ છે. ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના સજ્જનપુર ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. જેમાં ગામના સરપંચ, તલાટી સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. લોકોના આવક-જાતીના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, કમી, સુધારો, ઈ-કેવાયસીની કામગીરી, આધારકાર્ડ, પીએમજેએવાયમાં અરજી, કૃષી, પંચાયત, પશુપાલન, સમાજ કલ્યાણ, આદીજાતી વિકાસ વિભાગ, બસ કનેકશન પાસ, ગંગાસ્વરૂપા આર્થીક સહાય, નીરાધાર વૃધ્ધ સહાય સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. આ તકે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરાયુ હતુ. જેમાં 403 લોકોના બીપી અને ડાયાબીટીશ ચેકઅપ કરી હેલ્થ વેલનેશ કાર્ડ કાઢી અપાયા હતા. તેમજ આધાર કાર્ડમાં સુધારા-વધારા માટેની 27, મીલકત આકારણીના ઉતારા માટેની 313, પીએમજેએવાય કાર્ડ માટેની 26 અરજીનો નીકાલ કરાયો હતો. સજ્જનપુર ઉપરાંત આસપાસના નરાળી, એંજાર, કુડા, કોપરણી, નીમકનગર, વિરેન્દ્રગઢ, વાવડી, ઈસદ્રા, માલવણ, સતાપર, રાજપર, કંકાવટી, જસમતપુર, પીપળા, ચુલી, જીવા, જેસડા, વાઘગઢ, ગોપાલગઢ, સોલડી, બાઈસાબગઢ, જુના ઘનશ્યામગઢ સહિત 23 ગામના લોકોએ સેવાસેતુનો લાભ લીધો હતો. આ તકે વન વિભાગ દ્વારા રોપાઓનું વિતરણ પણ કરાયુ હતુ.


  • Follow us on: