સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત શખ્સોને હથિયાર લાયસન્સ મળવાની આશા નહીં દેખાતા મળતિયા મારફ્તે અન્ય રાજ્યમાંથી લાયસન્સ મેળવી હથિયાર લઈને ફરતા હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. પોલીસે કુલ 21 શખ્સોને રાઉન્ડઅપ કરી 25 હથિયાર કબજે કરી સઘન તપાસ શરૂ કરતા આવા શખ્સોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયેલ છે.


પ્રાપ્ત વિગતો અનુસાર હથિયાર લાયસન્સ મેળવવું ખુબ અઘરું બનતું જાય છે. ત્યારે જેની કમરે ફ્ટાકડી લટકતી હોય એ સ્ટેટ્સ સિમ્બોલ બની જશે. એવામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત શખ્સો માટે તો લાયસન્સ મેળવવું લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. જેથી અમુક શખ્સોએ વચેટિયા મારફ્તે મણીપુર નાગાલેન્ડ જેવા સરહદી રાજ્યોમાંથી લાયસન્સ મેળવી હથિયાર લઈને પોલીસમાં જાણ વગર હથિયાર રાખી ફરતા હોવાની એસ.પી. ગીરીશ પંડયાને માહિતી મળતા એસઓજી પીઆઈ ભાવેશ સિંગરખીયા સહિતની ટીમે ગુપ્ત રાહે તપાસ કરતા જિલ્લામાંથી 21 શખ્સો મણીપુર અને નાગાલેન્ડથી લાયસન્સ મેળવ્યા હોવાનું સામે આવતા બધાને રાઉન્ડઅપ કરતા 25 હથિયાર કબજે કર્યા હતા.જેમાં ચાર લોકોએ તો લાયસન્સ લીધા બાદ હજી હથિયાર પણ ખરીધ્યા નથી.આ બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે એસઓજી પીએસઆઈ રાયમાની ટીમ મણીપુર-નાગાલેન્ડ પહોચી તપાસ કરી રહ્યાની ડીવાયએસપી નિકુંજ પટેલે માહિતી આપી હતી. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ બીજા પણ અનેક લોકોના નામ સામે આવી શકે છે. ત્યારબાદ નવાજૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. આ ઉપરાંત વાંકાનેરના મુકેશભાઈ ભરવાડ, દરોદ ચૂડાના છેલાભાઈ વેલાભાઇ ભરવાડ,વિજયભાઈ ભરવાડ અને સોકતઅલી સહિતના શખ્સોનો સંપર્ક કરી નાગાલેન્ડ અને મણીપુરથી ત્યાંના રહેણાંકના બોગસ પુરાવા ઉભા કરી હથિયાર લાયસન્સ મેળવ્યાનું પણ પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

જિલ્લા પોલીસની કુલ 21 શખ્સો સામે કાર્યવાહી

(1) ઉમેશભાઈ ડાયાભાઇ આલ રહે. સુરેન્દ્રનગર (2) કેવલભાઈ રમેશભાઈ કલોતરા રહે. સુરેન્દ્રનગર(3) અશોકભાઈ રમેશભાઈ કલોતરા રહે. સુરેન્દ્રનગર (4) હરિભાઈ ચોથાભાઇ બાંભા રહે. વગડીયા(5) લખમણભાઈ ચોથાભાઇ બાંભા (6) હરિભાઈ રણુભાઈ જોગરાણા રહે. વગડીયા(7) રૂપાભાઇ ખોડાભાઈ જોગરાણા રહે. નાના ટીમ્બલા (8) મયુરભાઈ લક્ષ્મણભાઈ સોડલા રહે.લીંબડી (9)નથુભાઈ કાળાભાઈ બાંભા રહે. વગડિયા (10)દિગેશભાઈ કરશનભાઈ સભાડ રહે.થાન (11) વરજાંગભાઈ હનુભાઈ મીર રહે. ધોકળવા (12) ભરતભાઈ રમેશભાઈ અલગોતર રહે. થાન (13) રાહુલભાઈ જાગાભાઈ અલગોતર રહે.જામવાડી (14) ગોપાલભાઈ હિરાભાઈ જોગરાણા રહે. સાયલા (15) ગભરુભાઈ સગરામભાઈ સાંભડ રહે. સુદામડા (16) લીંબાભાઈ ભોટાભાઈ રહે. સાપર (17)રમેશભાઈ કુવરાભાઈ વરુ રહે. સુરેન્દ્રનગર (18) ગણપતભાઈ વિઠલભાઈ અલગોતર (19) જયેશભાઈ વિઠ્ઠલભાઈ(20) લાલભાઈ વિઠ્ઠલભાઈ (21) હિરાભાઈ વિઠ્ઠલભાઈ (ચારેય રહે. જામવાડી)


  • Follow us on: