સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ જુગારની બદીને નાબુદ કરવા જિલ્લા પોલીસ અવારનવાર દરોડા કરતી હોય છે. આ ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પણ આકસ્મીક રેડો કરે છે. જેમાં વર્ષ 2024 દરમીયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સમગ્ર રાજયમાં કરેલી કામગીરી જાહેર કરવામાં આવી છે.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષ 2024 દરમીયાન દારૂ અંગે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દારૂની બદીને ડામવા કુલ 25 રેડ કરી છે. જેમાંથી 13 કવોલીટી કેસ કરાયા છે. આ 25 રેડોમાં રૂપીયા 1,79,25,050નો તો માત્ર દારૂ પકડાયો છે. જયારે દારૂ ઉપરાંત વાહનો, મોબાઈલ, રોકડ સહિત રૂપીયા 3,68,67,820નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બીજી તરફ જિલ્લામાં ચાલતા ગંજીપાના, ઘોડી-પાસા, ગુડદી-પાસાના જુગારધામો પર પણ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી હતી. જેમાં જુગારના 5 કેસો કરાયા છે. આ તમામ કેસ કવોલીટી કેસ છે.










