સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના આંબેડકરનગર, સર્વોદય સોસાયટી, વઢવાણના ધોળીપોળ, દોદરકોઠા પાસે, ખાંડીપોળ અને લખતરના શીયાણી દરવાજા પાસે પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં 13 જુગારીયાઓ ગંજીપાના અને વરલીનો જુગાર રમતા રોકડ અને મોબાઈલ સહિત કુલ રૂપીયા 44,180ની મત્તા સાથે ઝડપાયા હતા.
સુરેન્દ્રનગર એલસીબી ટીમના પી.એન.ઝાલા સહિતનાઓને ધ્રાંગધ્રાના આંબેડકરનગરમાં જાહેરમાં રમાતા જુગારની બાતમી મળતા દરોડો કર્યો હતો. જેમાં ડાયા મુળજીભાઈ સીંધવ, પ્રદીપ આલજીભાઈ વાઘેલા, અજુ યુસુફભાઈ મેમણ અને રઘુ ખોડાભાઈ વાઘેલા રોકડા રૂપીયા 17,330, રૂપીયા 20 હજારના 4 મોબાઈલ મળી કુલ રૂપીયા 37,330ની મત્તા સાથે પકડાયા હતા. ચારેય જુગારીયાઓ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ ડી.આર.મોડીયા ચલાવી રહ્યા છે. ધ્રાંગધ્રા સીટી પીએસઆઈ એસ.એમ.સોલંકી, સરફરાઝભાઈ સહિતનાઓએ બાતમીને આધારે સર્વોદય સોસાયટીમાં જુગારની રેડ કરી હતી.










