કચ્છના પશુપાલક ઘેટા લઈને લખતરની ઓળક ગામની સીમમાં રાત્રી રોકાણ માટે રહ્યા હતા. જેમાં 6 ઘેટા ચોરાયાની ફરિયાદ લખતર પોલીસ મથકે નોંધાઈ હતી. આ બનાવમાં બે કિમી દુર ઘેટા મૃત હાલતમાં મળી આવ્યા છે. આથી ઘેટાની ચોરી કરી તેને મારી નાંખનારની પોલીસ તપાસ કરી રહી છે.


રાપર તાલુકાના ધબળા ગામના સામતભાઈ વેલાભાઈ અજાણા પશુપાલન કરે છે. પાંચેક માસ પહેલા તેઓ ઘેટા-બકરા લઈને અલગ-અલગ વિસ્તારમાં ચરાવવા નીકળ્યા હતા. જેમાં ગત તા. 14મીએ તેઓ ઓળક સીમમાં જગાભાઈ ધુડાભાઈના ખેતરમાં રાત રોકાયા હતા. વહેલી જાગીને જોતા તેઓના 6 ઘેટા ઓછા હતા. જયારે ખેતરમાં પગરખાના નીશાન અને બાઈકના વ્હીલના ચીલા જોવા મળ્યા હતા. આથી તેઓએ અજાણ્યા શખ્સો સામે રૂ. 42 હજારની કિંમતના 6 ઘેટા ચોરી કરી લઈ ગયાની ફરિયાદ લખતર પોલીસ મથકે નોંધાવી છે. લખતર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજય ઘાઘરેટીયાએ બનાવની તપાસ કરતા ઓળકની સીમથી અંદાજે ર કિમી દુર છારદની સીમમાં ઘેટા મૃત હાલતમાં મળી આવ્યા હતા અને માત્ર ઘેટાના શરીરની ખાલ જ હતી. જયારે તેનું માંસ હતુ નહી. આથી કોઈએ માંસનું વેચાણ કરવા ઘેટાને મારી નાંખ્યા હોવાનું સામે આવ્યુ છે. આ શખ્સોને શોધવા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

સોમનાથ સુપરફાસ્ટ ટ્રેનમાંથી મુસાફર મહિલાનું પર્સ ચોરી થયાની ફરિયાદ

કર્ણાટકના રાયચુલા જિલ્લાના શ્રીરવાલ તાલુકાના કવીતાલ ગામના 41 વર્ષીય અનુષાબેન સંતોષજી ગત તા. 26-3ના રોજ વેરાવળથી સાબરમતી જવા 21-50 કલાકે સોમનાથ સુપરફાસ્ટ ટ્રેનમા કોચ એસ-2માં મુસાફરી કરવા બેઠા હતા. જેમાં 23-30 કલાકે તેઓ પર્સ બાજુમાં રાખીને સુતા હતા. રાત્રે 2-45 કલાકે તેઓએ જાગીનો જોતા પર્સ ચોરાયુ હતુ. આથી તેઓએ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે પર્સમાં રહેલ રોકડા રૂ. 500, રૂ. 40 હજારનો મોબાઈલ ફોન, 5 હજારના ગોગલ્સ, 300ની સ્માર્ટ વોચ સહિત કુલ રૂ. 45,800ની મત્તા ચોરાયાની ફરિયાદ નોંધાવી છે.


  • Follow us on: