• સુરેન્દ્રનગરમાં મહેફિલ માણતા 4 શખ્સોને પોલીસે દબોચ્યા

  • વણા તળાવ પાસે ડેલામાં જિલ્લા LCBની ટીમ ત્રાટકી, 56,060ના દારૂ સાથે ર શખ્સો ઝડપાયા
  •  કુલ 9 શખ્સો વિદેશી દારૂ, બીયર, દેશી દારૂ, બાઈક સહિત રૂ.1,44,370ની મત્તા સાથે ઝડપાયા છે

સુરેન્દ્રનગર શહેરના રતનપર, વડનગર, લખતરના વણા, ચોટીલાના વાસ્કરપરા, પાળીયાદ રોડ, આંકડીયા ગામની સીમમાં, ધ્રાંગધ્રાના મેળાના મેદાન પાસે અને નવા 80 ફુટ રોડ પર ઉમેશ્વર ટાઉનશીપના ગાર્ડનમાં પોલીસે દારૂની રેડ કરી હતી. જેમાં કુલ 9 શખ્સો વિદેશી દારૂ, બીયર, દેશી દારૂ, બાઈક સહિત રૂ.1,44,370ની મત્તા સાથે ઝડપાયા છે.

એલસીબી પીઆઈ, પીએસઆઈ સહિતનાઓને લખતરના વણા ગામે તળાવની પાળ પાસે આવેલા ડેલામાં ટપુભા બાબભા રાણા અને મુળરાજસીંહ ઉર્ફે મોન્ટુભાઈ વિદેશી દારૂ રાખતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં મુકેશ શંકરભાઈ ભોજીયા અને સુખદેવ ઉર્ફે બુધાભાઈ જીવણભાઈ દેકાવડીયા દારૂની 99 બોટલ, બીયરના 81 ટીન કિંમત, દેશી દારૂ 10 લીટર, ગોળના 8 રવા અને 2 મોબાઈલ સહિત કુલ રૂ. 56,060ની મત્તા સાથે પકડાયા હતા. આ રેડમાં ચારેય સામે ગુનો નોંધી હાજર ન મળી આવનાર બેને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ આર.એચ.ઝાલા ચલાવી રહ્યા છે. જયારે જોરાવરનગર પોલીસ મથકની સર્વેલન્સ ટીમે મંગળવારે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન રતનપર એસબીઆઈ બેંક વાળી ગલીમાં ખોજાના કબ્રસ્તાન પાસે રહેતી મરીયમબેન ઉર્ફે પીંકી હબીબભાઈ માણેક તેના રહેણાક મકાને દેશી-વિદેશી દારૂ અને બીયરનું વેચાણ કરતી હોવાની માહીતી મળતા રેડ કરાઈ હતી. જેમાં મરીયમબેન ઉર્ફે પીંકી હબીબભાઈ માણેક વિદેશી દારૂના 96 ચપલા, બીયરના 48 ટીન, 520 લીટર દેશી દારૂ મળી કુલ રૂપિયા 24,800ની મત્તા સાથે ઝડપાઈ હતી. રાત્રીનો સમય હોઈ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મહિલાને નોટીસ આપી પોલીસ મથકે હાજર થવા જણાવાયુ હતુ. બીજી તરફ ધ્રાંગધ્રા મેળાના મેદાન પાસેથી મોચીવાડમાં રહેતો મુસ્તાક યાસીનભાઈ રાજા બીયરની 18 બોટલ અને એકસેસ સ્કુટર સહિત કુલ રૂ. 32,070ની મત્તા સાથે પકડાયો હતો.

આ ઉપરાંત ચોટીલા પોલીસના ડી.જે.વાઘેલા સહિતનાઓએ બાતમીને આધારે વાસ્કરપરાના મકાનમાં દરોડો કર્યો હતો. જેમાં આરોપી નીલેશ દિનેશભાઈ કણસાગરા હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે ફળીયાના ખુણામાંથી વિદેશી દારૂના 26 ચપલાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને ચોટીલાના પાળીયાદ રોડ પરથી દારૂના 2 ચપલા કિંમત રૂ.200, રૂ. 20 હજારનું બાઈક અને રૂ. 5 હજારના મોબાઈલ સહિત કુલ રૂપિયા 25200ની મત્તા સાથે જયદીપ મુકેશભાઈ મકવાણા પકડાયો હતો.

સુરેન્દ્રનગર શહેરના બી ડીવીઝન પોલીસને બુધવારે મોડી સાંજે પેટ્રોલિંગ દરમિયાન નવા 80 ફુટ રોડ પર ઉમેશ્વર ટાઉનશીપના ગાર્ડનમાં અમુક શખ્સો દારૂની મહેફીલ માણતા હોવાની બાતમી મળતા તુરત જ રેડ કરાઈ હતી. જેમાં પરીવર્તન સોસાયટીમાં રહેતા બલરાજસીંહ હરિન્દ્રસિંહ ઝાલા, મયુરનગરના રામદેવસીંહ પૃથ્વીરાજસીંહ ઝાલા, હાઉસીંગ રોડ પર રહેતા ધર્મરાજસીંહ યોગેન્દ્રસીંહ ઝાલા અને અમદાવાદ શહેરના ઘાટલોડીયામાં રહેતો સૌરભ વિષ્ણુભાઈ ખોડીયા ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી દારૂની 650 એમએલ ભરેલ બોટલ કિંમત રૂ. 300ની જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરાઈ હતી.

રતનપરમાંથી દેશી-વિદેશી દારૂ સાથે મહિલા ઝબ્બે

બે સ્થળે દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના વી.એમ.ડેર, મહાવીરસીંહ બારડ સહિતનાઓને વડનગર પમ્પીંગ સ્ટેશન પાસે બાવળની કાંટમાં ઘનશ્યામ ઉર્ફે શંભુ બટુકભાઈ જાડા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પોલીસને જોઈ આરોપી ઘનશ્યામ જાડા ફરાર થઈ ગયો હતો. જયારે પોલીસે 5 લીટર દેશી દારૂ, 1450 લીટર દારૂ બનાવવાનો આથો અને સાધનો સહિત રૂપીયા 3000નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ આદરી છે. જયારે ચોટીલા તાલુકાના નાની મોલડી પોલીસ મથકની ટીમને આંકડીયાની સીમમાં અરવિંદ હંસરાજભાઈ અબસાણીયા પોતાની વાડીના શેઢે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા દરોડો કરાયો હતો. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે 70 લીટર દારૂ બનાવવાનો આથો, 10 લીટર દારૂ સહીત રૂપીયા 340નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: