ચોટીલામાં રહેતા યુવાન સાથે અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ગત જુલાઈ માસમાં ફાયરીંગનો પ્રયાસ કરી માર મારવાનો બનાવ બન્યો હતો. આ કેસમાં ફરાર આરોપીને ચોટીલા પોલીસે ભીમગઢ ગામના રસ્તેથી ઝડપી લીધો છે.
ચોટીલાની જમાતખાના વાળી શેરીમાં રહેતા 29 વર્ષીય મુબીનભાઈ યુનુશભાઈ હમીરકા ડ્રાઈવીંગ કરે છે. તેઓને અગાઉ ઈલીયાસ ઉર્ફે જોંગો દીનમહમદભાઈ નકુમ સાથે ઝઘડો થયો હતો.ત્યારે આ વાતનુ મનદુઃખ રાખીને ગત તા. 23મી જુલાઈના રોજ બપોરના સમયે મુબીનખાન ચોટીલા તાલુકાના નવાગામની સીમમાંથી બાઈક લઈને પસાર થતા હતા. ત્યારે ઈલીયાસ નકુમ અને ત્રણ અજાણ્યા શખ્સો લાકડાના ધોકા સાથે ધસી આવ્યા હતા. અને મુબીનભાઈને માર માર્યો હતો.










