ઝાલાવાડના અરવિંદભાઈ આચાર્યનો જન્મ તા. 1-12-1923ના રોજ અને નિધન તા. 22-8-2013ના રોજ થયુ હતુ. ત્યારે વઢવાણ ઘરશાળા પરિવાર અને શ્રમીક સેવા ટ્રસ્ટ દ્વારા તેઓના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીનું આયોજન કરાયુ છે. જેમાં તા. 01-12ને રવિવારના રોજ વઢવાણ ઘરશાળા ખાતે કાર્યક્રમ યોજાશે. જેમાં ભુપેન્દ્રભાઈ દવે લિખિત પુસ્તક સુરેન્દ્રનગર જિલ્લાના યાત્રાધામો અને પ્રવાસ સ્થળોનું વિમોચન કરાશે. આ ઉપરાંત ઘરશાળાના ભુતપુર્વ વિદ્યાર્થીઓને સન્માનીત કરાશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા તૃપ્તીબેન આચાર્ય, ભવાનીસીંહ મોરી, રામકુભાઈ ખાચર, નીરૂપાબેન શાહ, સુનીલભાઈ મહેતા સહિતનાઓ તૈયારીઓ કરી રહ્યા છે.



  • Follow us on: