સુરેન્દ્રનગર મેઈન બજારમાં ટ્રાફ્કિની સમસ્યા દિવસે દિવસે વિકટ બનતી જતી હોવા છતાય પાલિકા દ્વારા લારી પાથરણા વાળાને કાયમી જગ્યા ફાળવવાની કે રખડતા ઢોર રસ્તામાં ના બેસે એવી વ્યવસ્થા કરવાની કાર્યવાહી ન કરતી હોવાથી શહેરીજનોએ રોષ વ્યક્ત કર્યો છે.


સુરેન્દ્રનગર શહેરના પત્રાવાલીચોક ,ટાંકીચોક વિસ્તારથી હેન્ડલુમ સુધી રોડ ઉપર લારી પાથરણાવાળા અને અનેક જગ્યાએ રખડતા ઢોર રસ્તામાં બેસી રહેતા હોવાના કારણે લોકોને અને ખાસ કરીને વેપારીઓ,વાહનચાલકો,સિટી બસ શહિતનાને ભારે મુશ્કેલી ભોગવવી પડે છે.પરંતુ હજી સુધી લારી પાથરણાવાળા કાયમી એક જ જગ્યાએ બેસી ધંધો કરી શકે એવી સુરેન્દ્રનગર પાલિકા દ્વારા વ્યવસ્થા કરાઈ નથી.ખાસ કરીને હેન્ડલુમ ચોંકથી ટાવર સુધી એક સાઈડ લારી પાથરણાવાળા રસ્તા ઉપર ધંધો કરતા હોવાના કારણે અને સામેની સાઈડ રખડતા ઢોર રસ્તામાં બેસતા હોવા છતાય નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરાતા હોવાથી લોકો ત્રહિમામ પોકારી ગયા છે.આ ગંભીર બાબતની સુરેન્દ્રનગર નગરપાલિકા સમસ્યા ઉકેલી યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે.

લારીવાળા, વેપારી અને લોકો બધાને મુશ્કેલી

શહેરના મેઈન રોડ ઉપર ટ્રાફ્કિની વર્ષોથી સમસ્યાનો ઉકેલ આવતો નથી જેના કારણે લારી પાથરણા વાળાને રઝળપાટ કરવો પડે છે,લારી પાથરણા વાળા રસ્તામાં વેપારીની દુકાન આગળ ઉભા રહેતા હોવાથી વેપારીઓને પણ મુશ્કેલી પડે છે અને ખાસ કરીને વાહન ચાલકો,સિટીબસ પસાર થતા સમયે ટ્રાફ્કિનો સામનો કરવો પડે છે.

  • Follow us on: