સુરેન્દ્રનગર જિલ્લામાં અધીક કલેકટરે સીસીટીવી રાખવા, ભંગારના ડેલે લે-વેચનું રજીસ્ટર રાખવા, મકાન ભાડે આપનાર માલીકે પોલીસને જાણ કરવી, પરપ્રાંતીય શ્રામિકો લાવનારે પોલીસને જાણ કરવાનું જાહેરનામુ બહાર પાડયુ છે. ત્યારે આ જાહેરનામાની અમલવારી માટે પોલીસે ચેકીંગ હાથ ધરીને 23 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
મૂળી-સાયલા બાયપાસ રોડ પર ભંગારના ડેલામાં ભંગારની લે-વેચનું રજીસ્ટર ન રાખનાર મુળ રાજસ્થાનના સંપતલાલ દૈવીલાલ ખટીક સામે, સાયલા-મૂળી હાઈવે પર આવેલ શુભમ ટી સ્ટોલમાં સીસીટીવી કેમેરા ન હોવાથી પ્રવીણભાઈ વજુભાઈ વાઘેલા સામે, સુરેન્દ્રનગરમાં નાના થાઈ સ્પામાં સીસીટીવી નહી હોવાથી વિજય શામજીભાઈ શેખ સામે, આર્ટસ કોલેજ સામે સીટી કોમ્પલેક્ષમાં આવેલ નાના થાઈ સ્પામાં સીસીટીવી નહી હોવાથી ગૌતમ જયેશભાઈ વાઘેલા સામે, ચોટીલા હાઈવે પર અમરદીપ હોટેલમાં સીસીટીવી ન હોવાથી આસીફ આમનભાઈ સીડા સામે, હાઈવે પર મોરવાડ પાસે જય અંબે હોટલમાં હાઈડેફીનેશન તથા નાઈટવીઝન વાળા કેમેરા ન લગાવનાર બાબુ ગાંડાભાઈ નાયક સામે, અન્ય એક જય અંબે હોટલમાં સીસીટીવી ન હોવાથી રાજીવકુમાર ચંદ્રોદયસીંહ રાજપુત સામે, ધ્રાંગધ્રા શ્રુષ્ટી ચાઈનીઝ હોટેલમાં બહારથી 4 મજુરો લાવી પોલીસને જાણ ન કરવા બદલ ગણેશથાપા તીલકથાપા સામે, ધ્રાંગધ્રાના સોલડી પાસે શ્યામ હોટેલમાં મજુરો લાવી પોલીસને જાણ ન કરવા બદલ રણછોડ કુકાભાઈ મેવાડા સામે, ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર ભંગારના ડેલામાં રજીસ્ટર ન રાખનાર ત્રીલોકચંદ સુવલાલ ગજ્જર સામે, ચોટીલા મોટી મોલડી પાસે વાસુકી ગેસ્ટ હાઉસમાં મુસાફરોની પથીક સોફટવેરમાં એન્ટ્રી ન કરનાર અરવિંદ અમરશીભાઈ સારલા સામે, થાનના સીધ્ધી વિનાયક કોમ્પલેક્ષમાં ચામુંડા હોટલમાં સીસીટીવી ન રાખવા બદલ કલુ કાળુભાઈ સવરા સામે, દુધરેજના વહાણવટીનગરમાં ભંગારના ડેલે રજીસ્ટર ન રાખનાર અકબર નુરૂદ્દીનભાઈ જસાણી સામે, આર્ટસ કોલેજ સામે ગોલ્ડ થાઈ સ્પામાં પુરતા બેકઅપ વગરના સીસીટીવી રાખનાર નીલેશ પ્રભાશંકરભાઈ વ્યાસ સામે, 80 ફુટ રોડ પર પેરીસ સ્પામાં સીસીટીવી ન રાખનાર મહાવીરસીંહ નરવીસીંહ જાડેજા સામે, ચોટીલા આર.જે.ગોલ્ડ રીપેરીંગમાં સીસીટીવી ન રાખનાર ઝાકીરહુસેન અજીમઅલી શેખ સામે, ચોટીલાના ભીમગઢ જવાના રસ્તે ઉત્સવ સ્ક્રેપ નામે ભંગારના ડેલામાં રજીસ્ટર ન રાખનાર મુના સુરેશભાઈ ખારવા સામે, ચુડાના ભૃગુપુર ગામે ભૈરવનાથ હોટલમાં સીસીટીવી ન રાખનાર વિનોદ શંકરભાઈ જાટ સામે, ધ્રાંગધ્રા ડી.કે.મેટલ નામની ભંગારની દુકાનમાં રજીસ્ટર ન રાખનાર પારસરામ નૈનારામ ગુર્જર સામે, થાનના વગડીયા રોડ પર આવેલ મદ્રાસી કાફેમાં સીસીટીવી ન લગાવનાર આનંદ મકમાઈન તેવર સામે, વઢવાણની સુડવેલ સોસાયટીમાં ભંગારના ડેલામાં રજીસ્ટર ન રાખનાર રમીઝ ભીખાભાઈ વારૈયા સામે, સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસે ભંગારના ડેલામાં રજીસ્ટર ન રાખનાર ગની ઉસ્માનભાઈ બાબીયા સામે, જોરાવરનગરમાં ફલેટ ધારક સુષ્માબેન મહેતાએ પોતાનો ફલેટ કોઈપણ ભાડા કરાર કર્યા વગર ઈકબાલ કાજીને ભાડે આપી, પોલીસને જાણ ન કરવા બદલ તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે.










