- ગત તા. 21મી જૂને વહેલી સવારે બાઈકને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો
- અકસ્માતના દિવસે જ બપોર બાદ ડમ્પર બિનવારસી હાલતમાં મળી આવ્યું હતુ
- વિરમગામથી સુરેન્દ્રનગર તરફ પુરઝડપે આવતા ડમ્પરે બાઈકને અડફેટે લીધી
લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામના 3 યુવાનો તા. 21ના રોજ બાઈક લઈને ગામના પેટ્રોલપંપ તરફ જતા હતા. ત્યારે ડમ્પરે પાછળથી ઠોકર મારતા ત્રણેય યુવાનોના મોત થયા હતા. આ બનાવમાં ફરાર ડમ્પર ચાલકને લખતર પોલીસે ઝડપી લીધો છે.
લખતર હાઈવે પર ગત તા. 21મીને શુક્રવારના રોજ વહેલી સવારે ગોઝારો અકસ્માત બન્યો હતો. જેમાં મુળ વિરમગામના ધુલેટા ગામના અને હાલ વિઠ્ઠલગઢ રહેતા 30 વર્ષીય અશોકભાઈ મફાભાઈ સેનવા, 19 વર્ષીય ગૌતમ દેવીદાસભાઈ પરમાર અને 19 વર્ષીય જીગાભાઈ કીશાભાઈ બાવળીયાને બાઈક પર લઈને પેટ્રોલપંપે જતા હતા. ત્યારે હાઈવે પર પેટ્રોલપંપ જતા સમયે પાછળથી વિરમગામથી સુરેન્દ્રનગર તરફ પુરઝડપે આવતા ડમ્પરે બાઈકને અડફેટે લીધા હતા. જેમાં ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે મોત થયા હતા. આ બનાવ બાદ ડમ્પર ચાલક ડમ્પર લઈને નાસી ગયો હતો. અને બપોર બાદ અણીયારી પાસે બીનવારસી ડમ્પર મળી આવ્યુ હતુ.










