લખતર તાલુકાના ભડવાણા પાસે માઈનોર કેનાલ આવેલી છે. કેનાલમાં ભડવાણા અને આસપાસના ગામોના ખેડૂતો માટે સીંચાઈનું પાણી છોડવામાં આવતુ હતુ. સીંચાઈના પાણીની અપેક્ષાએ ખેડૂતોએ જીરૂ અને વરીયાળી જેવા શીયાળુ પાકોનું વાવેતર પણ કર્યુ છે.
જેમાં મોંઘા દાટ બીયારણો, દવાઓ અને મજુરી પેટે રૂપીયા ખર્ચ્યા છે. ત્યારે આ માઈનોર કેનાલમાં નર્મદા વિભાગે પાણી વહેડાવવાનું બંધ કરતા ખેડૂતોના જીવન તાળવે ચોંટયા છે. અને વાવેતર સુકાઈ જવાના ભયથી ખેડૂતો લીંબડી ખાતે નર્મદા વિભાગની કચેરીએ રજુઆત કરવા દોડી ગયા હતા. ખેડૂતોએ તાત્કાલીક સીંચાઈ માટે પાણી છોડવાની માંગ કરી છે.

  • Follow us on: