ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં બાયોમેડીકલ વેસ્ટના પ્લાન્ટના ઉગ્ર વિરોધ બાદ હરિપર ગામ પાસે મોટી કેમિક્લ ફેક્ટરીની મંજૂરી માંગ્યાનું સામે આવતા હરિપર સહિત આજુબાજુના ગામની ખેતીની જમીન અને પાણીના તળને નુકસાન થવાની ભીતિ સેવાતા તાલુકાના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવીને આ વિસ્તારમાં ફેક્ટરીને મંજૂરી નહીં આપવાની માગણી બુલંદ કરી છે.
ધ્રાંગધ્રા તાલુકાને જાણે કેમિક્લ ઝોન બનાવી દેવાનો હોય એમ બાયો મેડિકલ વેસ્ટ કે કેમિકલ ફેક્ટરી બનાવવા દોટ મૂકી છે. સોલડી ગામની સીમની ફ્ળદ્રુપ જમીનમાં અત્યંત નુકશાનકારક ગણાય એવો બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેંટ પ્લાન્ટ બનાવવાની મંજૂરી માંગતા પર્યાવરણ લોક સુનાવણી સમયે સ્વયંભુ સોલડી સહિત 24 ગામોમાંથી મહિલાઓ સહિત હજારોની સંખ્યામાં લોકોએ હાજર રહી કોઈપણ ભોગે અત્રે આ પ્લાન્ટ નહીં બનાવવા દેવા અધિકારીઓને રજૂઆત કરી હતી.સોલડીમાં મહિલાઓનું રૌદ્ર સ્વરૂપ અને લોકોની એકતા જોતા પ્લાન્ટ વાળા જ બનાવવાનું માંડી વાળે એવું લાગી રહ્યું છે. હજી સોલડીના પ્લાન્ટના વિવાદનો હજી ઉકેલ આવ્યો નથી ત્યાં વળી હરિપર સીમમાં સર્વે નં.653 સહિતની જમીનમાં ક્યુમોર ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા સિન્થેટિક ઓર્ગેનિક કેમિકલની અલગ-અલગ 4 પ્રકારનું 2500 મેટ્રીક ટન કેમિક્લ બનાવવા માટે સરકારમાં મંજૂરી માંગતા પર્યાવરણ લોક સુનાવણી હરિપર ખાતે આગામી તા. 26મી નવેમ્બરે રાખી હોવાની ય્ઁઝ્રમ્ દ્વારા નોટીસ આપતા વિરોધનો વંટોળ ઉઠવા પામ્યો છે.










