ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તા. 27મીથી ત્રણ દિવસ માટે ગ્લોબલ ઝાલાવાડ મેગા એકસપોનું આયોજન કરાયુ છે. જેનું ઉદ્દઘાટન શુક્રવારે કરવામાં આવ્યુ હતુ. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી આ એકસપોને ખુલ્લો મુકયો હતો.


ત્રણ દિવસ દરમિયાન 250થી વધુ સ્ટોલની 2 લાખથી વધુ લોકો મુલાકાત લેનાર છે. ત્રણ દિવસ દરમિયાન વીવીધ સેમીનાર સાથે દરરોજ રાત્રે સાંસ્કૃતીક કાર્યક્રમો પણ યોજાનાર છે. ઝાલાવાડની ધરતીમાં અનેક પોટેન્શીયલ રહેલુ છે. પરંતુ યોગ્ય બ્રાન્ડીંગ અને માર્કેટીંગના અભાવે ઝાલાવાડનો પછાત જિલ્લામાં સમાવેશ થાય છે. જિલ્લામાં માઈનીંગ, કપાસ, એન્જીનીયરીંગ, સ્ટોન, મીઠુ, ડેરી ઉદ્યોગ, રેતીના લીધે જિલ્લાની પ્રગતી થઈ શકે તેમ છે. ત્યારે જોરદાર ઝાલાવાડ, સમૃધ્ધ ઝાલાવાડના સુત્ર સાથે કાર્યરત ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તા. 27 થી 29 ડિસેમ્બર એમ ત્રણ દિવસ ગ્લોબલ ઝાલાવાડ મેગા એકસપોનું આયોજન કરાયુ છે. આ એકસપોનું ઉદ્દઘાટન તા. 27મીએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી કર્યુ હતુ.

આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, પુર્વ મંત્રી આઈ.કે.જાડેજા, પાલીકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયા સહિતનાઓ આ તકે ઉપસ્થીત રહ્યા હતા. દેશના પુર્વ વડાપ્રધાન મનમોહનસીંહનું નીધન થયુ હોવાથી કાર્યક્રમ દરમીયાન બે મીનીટ મૌન પાળીને તેઓને શ્રાધ્ધાંજલી અપાઈ હતી.


  • Follow us on: