લખતરના ઢાંકી નર્મદા કેનાલ પાસે સાતનાળામાં શુક્રવારે સવારના સમયે એક લાશ તરતી હોવાની જાણ થતા પોલીસન અને તરવૈયાની ટીમ દોડી ગઈ હતી. અને લાશને બહાર કઢાઈ હતી. લાશ ડીકમ્પોઝ થઈ ગઈ હોવાથી તેની ઓળખ કરવી મુશકેલ થઈ ગઈ હતી. આથી પોલીસે લાશને રાજકોટ ફોરેન્સીક પીએમ માટે મોકલી આપી છે.


લખતરની નર્મદા કેનાલમાંથી અવારનવાર લાશ મળી આવે છે. નર્મદા કેનાલ જેટલી ઝાલાવાડ માટે આશીર્વાદરૂપ છે તેટલી જ અભીષાપરૂપ પણ સાબીત થઈ રહી છે. ત્યારે લખતરના ઢાંકી પાસે નર્મદા કેનાલમાં આવેલ સાતનાળા પાસેથી એક લાશ મળી આવી છે. મળતી માહીતી મુજબ શુક્રવારે સવારે સાતનાળા પાસે કેનાલમાં લાશ તરતી હોવાની જાણ થતા લખતર પોલીસની ટીમ, સ્થાનીક તરવૈયા અને ફાયર વિભાગની ટીમ દોડી ગઈ હતી. અને લાશનુ બહાર કાઢવામાં આવી હતી. લાશ અતી ડીકમ્પોઝ થઈ ગઈ હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. આથી લખતર પોલીસ દ્વારા લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ મોકલાઈ છે. મૃતકની ઓળખ કરવા સહિતની તપાસ લખતર પોલીસ મથકના એએસઆઈ ઘનશ્યામભાઈ મસીયાવા ચલાવી રહ્યા છે.


  • Follow us on: