સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. બંધ રહેણાક મકાનોમાં ચોરી અને કારમાંથી રૂ. 3.06 લાખ રોકડાની ઉઠાંતરીની ઘટના હજુ તાજી જ છે. ત્યારે જોરાવરનગરમાં વાહનોમાંથી બેટરી ચોરાયાની પોલીસ ફરિયાદ થઈ હતી.


વધુમાં મળતી માહિતી મુજબ જોરાવરનગરના વાંકલા નાળા પાસે રહેતા મેલાભાઈ રૂપાભાઈ જોગરાણા ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેઓ તથા તેમના સમાજના બીજા વ્યક્તિઓ વાંકલા નાળા પાસે આવેલ રામદેવપીરના મંદિર પાસે ખુલ્લા મેદાનમાં રાતના સમયે વાહનો પાર્ક કરે છે. ગત તા. 13-1ના રોજ રાત્રે અહીં પાર્ક કરેલા મેલાભાઈ જોગરાણાના 3 ટ્રેકટર, ગનુભાઈ જોગરાણા, દેવશીભાઈ જોગરાણાની ટ્રક, મહેશભાઈ જોગરાણા, દેવાભાઈ જોગરાણા, સગરામભાઈ મારૂ અને નવઘણભાઈના ટ્રેકટરમાંથી કોઈ શખ્સો બેટરી ચોરી કરીને લઈ ગયા હતા. કુલ 11 બેટરીઓ કિંમત રૂ. 18,500ની ચોરાયાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ નોંધાતા જ પીએસઆઈ ડી.ડી.ચુડાસમાની સુચનાથી સર્વેલન્સ ટીમ એકટીવ બની હતી અને સીસીટીવી કેમેરાના આધારે શંકાસ્પદ આઈસર નજરે પડી હતી. જેમાં અશોકસીંહ, મીતભાઈ સહિતનાઓને આરોપી મુળ વાંકાનેરના તીથવાના અને હાલ રાજકોટમાં રહેતા મહેબુબ અલાઉદ્દીનભાઈ બાકોરીયાને ચોરીની બેટરીઓ અને પીકઅપ વાન સહિત રૂ. 3,18,500ની મત્તા સાથે ઝડપી લીધો હતો. તપાસ અધિકારી એમ.બી.મકવાણાએ શખ્સની પુછપરછ કરતા ઝડપાયેલા આરોપી સામે મોરબી, જામનગર, વઢવાણ, જોરાવરનગર, સાયલા, જુનાગઢ પોલીસ મથકે ચોરીના 10 ગુના નોંધાયા છે અને વઢવાણમાં નોંધાયેલા ગુના સબબ તે કોર્ટની મુદતે આવ્યો હતો અને વાંકલા નાળા પાસે વાહનો પાર્ક કરેલા જોઈ બેટરીઓની ચોરીનો પ્લાન કરી અંજામ આપ્યો હતો.


  • Follow us on: