સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર અયોધ્યા નગર પાસે રસ્તા પર લારી લઈને શાકભાજી વેચતા વિક્રેતાઓને મનપા દ્વારા દુર કરાયા હતા. જેમાં શાકભાજી વેચનારાઓએ ધંધા રોજગાર માટે યોગ્ય માટે જગ્યા આપવા માટે મનપા કચેરીમાં રજૂઆત કરાતા મનપા દ્વારા તેઓને મારૂતી પાર્કના ખુલ્લા મેદાનમાં હાલ ધંધો કરવાનું કહ્યુ છે.


ત્યારે મારૂતી પાર્કના રહીશોમાં આ બાબતે રોષ જોવા મળે છે અને આ શાક માર્કેટ અન્યત્ર ખસેડવા માંગ ઉઠી છે.સુરેન્દ્રનગર મનપા બન્યા બાદ રસ્તા પરથી લારીવાળાઓને હટાવાયા છે. જેમાં 80 ફુટ રોડ પર અયોધ્યાનગર પાસે રસ્તા પર શાકભાજી વેચતા વેપારીઓને દુર કરાયા હતા. આથી જીવન નીર્વાહ મુશ્કેલ બની જતા શાકભાજીના વેપારીઓ કલેકટર કચેરી અને મનપા કચેરીએ રજૂઆત કરવા દોડી ગયા હતા. અને ધંધા રોજગાર માટે અન્યત્ર જગ્યા ફાળવવા માંગણી કરી હતી. ત્યારે તંત્ર દ્વારા 80 ફુટ રોડ પર મારૂતી પાર્કની બહાર ખુલ્લા મેદાનમાં શાક માર્કેટ કરી તેઓને ઉભા રખાયા છે. આ વાતને લઈને મારૂતીપાર્કના રહીશોમાં રોષ જોવા મળે છે. રહીશોના જણાવાયા મુજબ આ વિસ્તારમાં અનુ. જાતિના 1 હજારથી 1200 મકાનો આવેલા છે. નવરાત્રી, જન્માષ્ટમી, ગણેશઉત્સવ જેવા ધાર્મીક ઉપરાંત મરણ, લગ્ન, સન્માન સમારોહ જેવા પ્રસંગોએ મેદાનનો ઉપયોગ થાય છે. જો અહીં શાક માર્કેટ કાયમી ધોરણે બનાવાય તો ગંદકી અને ઢોરાનો ત્રાસ વધી જશે. આથી શાક માર્કેટ માટે મારૂતી પાર્કની જગ્યા ન ફાળવવા અને અન્યત્ર જગ્યા આપવા માંગ ઉઠી છે.


  • Follow us on: