ધ્રાંગધ્રાથી અમદાવાદ ચાલતી નમો ભારત ટ્રેનનું' અમદાવાદના આંબલી રોડ ઉપર એક મિનિટનું' સ્ટોપેજ આપવા માટે સુરેન્દ્રનગરના સાંસદને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર ભૂજથી હળવદ,ધ્રાંગધ્રા,વિરમગામ થઈને અમદાવાદ જતી નમો ભારત ટ્રેન અમદાવાદના ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશને ઉભી રહે છે.આ એ.સી.ટ્રેનના કારણે વિસ્તારના લોકોને અવર જવર કરવામાં ભારે સરળતા રહે છે.પરંતુ ધ્રાંગધ્રા,હળવદ,વિરમગામ અને સાણંદ શહિતના કચ્છમાંથી આવતા અનેક લોકોના સ્વજનો,પરિવાજનો બોપલ,રીંગ રોડ અને એસ.જી.રોડ નજીક વસવાટ કરતા હોવાથી લોકોને ચાંદલોડિયા ઉતરી રીક્ષાના ઊંચા ભાડા અને સમય બગાડી આ વિસ્તારમાં આવવું પડે છે.ત્યારે આ નમો ભારત ટ્રેન આંબલી રોડ ઉપરથી જ પસાર થાય છે ત્યાં માત્ર એક મિનિટનું' સ્ટોપેજ આપવામાં આવે તો હજારોલોકોને ફાયદો થાય.જેથી ભૂજ થી અમદાવાદ આવતી નમો ભારત ટ્રેનને આંબલી રોડ સ્ટેશન ઉપર માત્ર એક મિનિટનું સ્ટોપેજ આપવામાં આવે એવી સુરેન્દ્રનગર લોકસભા સાંસદ ચંદુભાઈ શિહોરાને રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરી છે.


  • Follow us on: