પાટડી નગરમાં રાત્રે હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ લાગતા ફાયર ફાયટરની વ્યવસ્થાના અભાવે આગ વિકરાળ થતા લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ જતા દોડધામ મચી ગઈ હતી.


પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી શહેરમાં ઉમિયા કોમ્પ્લેક્ષ પાસે ધનંજય હાર્ડવેર દુકાનમાં રાત્રે અચાનક આગ લાગી હતી.પરંતુ પાટડી પાલિકામાં ફાયર ફાયટર નહી હોવાથી ધ્રાંગધ્રા અને વિરમગામથી ગાડીઓ મંગાવાઈ હતી.જે ગાડીઓ પહોચે એ પહેલા દુકાનમાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.બીજી તરફ્ પાટડી નગરપાલિકાના સતાધિશો દ્વારા શહેરમાં અન્ય કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરાવતા હોય છે જે અનેક કામોમાં ગુણવતા વગરના કામો થતા હોવાની ફ્રિયાદો પણ ઉઠતી હોય છે.પરંતુ પાટડીના રહીશો કે વેપારીઓના ઘર દુકાનની સુરક્ષા માટે પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરીખ કે વર્તમાન પ્રમુખ ચેતનાબેનની ટીમ દ્વારા અત્યાર સુધી ફાયર ફાયટરની વ્યવસ્થા નહી કરાતા લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.ફાયર ફાયટરના અભાવે બીજા શહેરમાંથી ફાયર ફાયટર આવે ત્યાં સુધીમાંતો આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોય છે.આ ગંભીર બાબતને ધ્યાને લઈ સરકાર પાટડી નગરપાલિકામાં ફાયર ફાયટર ફળવે એવી શહેરીજનો વેપારીઓની માંગ ઉઠી છે.


  • Follow us on: