વઢવાણના ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતા 19 વર્ષીય પાયલબેન ડાયાભાઈ સોલંકી ગત તા. 18-5ને રવિવારે સવારે ઘરેથી ચાલીને કામ પર જવા નીકળ્યા હતા. ત્યારે ગણપતિ ફાટસર વિસ્તારમાં લાલ બંગલા પાસે રસ્તામાં ઉભેલા અમન નાથુભાઈ રાઠોડે પાયલબેન પર આડેધડ છરીના ઘા ઝીંકયા હતા. અને પાયલબેનનું કરૂણ મોત નિપજાવ્યુ હતુ. આ બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને દુધરેજ નર્મદા કેનાલ પાસેથી ઝડપી લીધો હતો. આ બનાવમાં ઉપયોગમાં લેવાયેલ છરી તેણે નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી. ત્યારે શુક્રવારે સવારે વઢવાણ પોલીસે આરોપીને સાથે રાખી નર્મદા કેનાલ પાસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જેમાં નીષ્ણાત તરવૈયાએ કેનાલમાં ડુબકી લગાવીને છરીની શોધ કરી હતી. આરોપીને કોર્ટમાં કડક સજા અપાવવા માટે પોલીસ માટે છરીએ મહત્વનો પુરાવો માનવામાં આવે છે.

Sabarkantha : પોશીના-દેલવાડા રોડ પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા, ઉપરવાસના ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા









