હળવદના ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડયો હતો. જેમાં જુગારની મજા માણવા આવેલ 9 શખ્સો કુલ રૂ. 9.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ ગયા હતા. જો કે, દરોડા દરમિયાન જુગાર કલબનો સંચાલક એવો વાડી માલિક હાજર નહીં મળી આવતા પોલીસે 10 વિરુધ જુગારધારા મુજબ ગુનો નોંધ્યો હતો. હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામની સીમમાં આરોપી બચુભાઈ જીવરાજભાઈ સંઘાણીએ પોતાની વાડીમાં જુગારધામ શરૂ કરી બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા વાડીમાં જુગાર રમી રહેલા આરોપી (1)દિલીપભાઈ ઉર્ફે અમુ કરશનભાઈ વામજા (2)શંકરભાઈ બેચરભાઇ લોરીયા રહે. નવા ઘનશ્યામગઢ (3)નીતેશભાઈ રતીલાલભાઈ આદ્રોજા રહે. મહેન્દ્રનગર મોરબી (3)કિરીટસિંહ ઉર્ફે ક્રિપાલસિંહ બટુકસિંહ ઝાલા રહે ગામ જીવા તા. ધાંગધ્રા(5) કેશુભાઈ બાબુભાઈ થળોદા રહે ગામ રણમલપુર(6) મુકેશભાઈ ગોરધનભાઈ કૈલા રહે. નવા ઘનશ્યામગઢ(9) રણજીતભાઈ ગગજીભાઈ ચૌહાણ (8) સુરૂભા હનુભા ચૌહાણ બંને રહે. કોંઢ તા.ધાંગધ્રા અને (9) હરેશભાઇ અગરસંગભાઈ પરમાર રહે. સરા, તા. મુળી રોકડા રૂ. 9,58,500 તેમજ એક કાર કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 9,58,500ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. જો કે, દરોડા દરમિયાન વાડી માલિક અને જુગારધામનો સંચાલક એવો આરોપી બચુભાઈ જીવરાજભાઈ સંઘાણી, રહે. નવા ઘનશ્યાગઢ વાળો હાજર નહીં મળી આવતા પોલીસે દસેય આરોપીઓ વિરુધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.



  • Follow us on: