સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના અંબાળા, ખારાઘોઢા, લખતરના ટાંકી, ધ્રાંગધ્રાના ચુલી અને લીંબડીમાં 3 સ્થળે પોલીસે જુગારની રેડ કરી હતી. જેમાં 15 જુગારીયાઓ રોકડ અને મોબાઈલ સહિત રૂપીયા 25,610ની મત્તા સાથે ઝડપાયા હતા.


દસાડા પીએસઆઈ એન.એ.ડાભીની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા સ્ટાફને અંબાળા ગામની સીમમાં કેનાલની બાજુમાં જાહેરમાં રમાતા જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં નાનજી કાનજીભાઈ મકવાણા, કાંતી હીરાભાઈ બાંભા, પ્રવીણ મુળજીભાઈ પાધરેચા, નીતીન દીનેશભાઈ પાધરેચા, રફીક મહમદભાઈ ખોખર અને અયુબ મહમદભાઈ સાલાર ગંજીપાનાનો જુગાર રમતા પકડાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 11,570, રૂપીયા 10,500ના 6 મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા 22,070ની મત્તા જપ્ત કરી જુગારધારા મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. લખતરના ઢાંકી ગામે ગંજીપાનાનો જુગાર રમતા દશરથ ઓધાભાઈ જમોડ, કાંતી મંગાભાઈ મેણીયા અને ધીરૂ અમરશીભાઈ બામણીયા રોકડા રૂપીયા 560 સાથે ઝડપાયા હતા. દસાડાના ખારાઘોઢા ગામે વરલી મટકાનો જુગાર રમતો લાલા કાંતીભાઈ ધામેચા રોકડા રૂપીયા 470 સાથે ઝડપાયો હતો. ધ્રાંગધ્રાના ચુલીમાં વરલી મટકાનો જુગાર રમતો પ્રેમજી બાબુભાઈ નાકીયા રોકડા રૂપીયા 600 સાથે ઝડપાયો હતો. લીંબડીના અંકેવાળીયા ગામે ગંજીપાનાનો જુગાર રમતા રણજીત જગદીશભાઈ હડીયલ અને સુરેશ ધીરૂભાઈ મેર રોકડા રૂપીયા 1150 સાથે પકડાયા હતા. લીંબડીના મફતીયાપરામાં વરલીનો જુગાર રમતો નરેશ કેહરભાઈ રાઠોડ રોકડા રૂપીયા 300 સાથે ઝડપાયો હતો. જયારે ઉંટડીના પુલ પાસેથી વરલી મટકાનો જુગાર રમતો માતમચોકમાં રહેતો સદ્દામ તોફીકભાઈ કોડીયા રોકડા રૂપીયા 460 સાથે ઝડપાયો હતો.


  • Follow us on: