તાજેતરમાં અમદાવાદમાં પોલીસનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં બે પોલીસકર્મી એક યુવકને માર મારી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. વાયરલ વીડિયોમાં દેખાતો શખ્સ ભાવેશ નટવરલાલ કાગડાપીઠ વિસ્તારમાં રીઢો ગુનેગાર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. હવે ફરીવાર પોલીસે લાફાવાળી કરી હોવાનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સુરેન્દ્રનગરના પાટડીમાં હોસ્પિટલમાં એક નશાખોરને પોલીસે લાફા માર્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે.
પીઆઈને ધક્કે ચઢાવતા પોલીસ અધિકારીનો પિત્તો ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે પાટડી જુના બસ સ્ટેન્ડમાં ગરમીના કારણે એક શિક્ષકનું હૃદય રોગના હુમલાથી મોત થયું હતું. તેની તપાસ દરમિયાન પીધેલી હાલતમાં એક યુવાને ડોક્ટર સાથે માથાકૂટ કરી હતી. આ શખ્સે પીઆઈને ધક્કે ચઢાવતા પોલીસ અધિકારીનો પિત્તો ગયો હતો. હોસ્પિટલમાં ઘટનાની તપાસ દરમિયાન પોલીસ અને નશાખોર વચ્ચે દેકારો બોલી ગયો હતો.
પીઆઈને ધક્કે ચઢાવતા પોલીસે લાફાવાળી કરી
નશાખોર વ્યક્તિએ પીઆઈને ધક્કે ચઢાવતા પોલીસે લાફાવાળી કરી હતી. હોસ્પિટલમાં જ લાફાવાળી થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. નશાખોર યુવકે ડોક્ટર અને પોલીસ સાથે ગેરવર્તન કર્યુ હતું. પોલીસે આ યુવકને લોકોની ભીડ વચ્ચે જ લાફા માર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.