સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી, વઢવાણના બાકરથળી, લીંબડીના જાંબુ, સાયલાના ડોળીયા, ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યમાં પોલીસે જુગારના દરોડા કર્યા હતા. જેમાં 20 જુગારિયાઓ રોકડ, મોબાઈલ અને બાઈક સહિત રૂપિયા 97,040ની મત્તા સાથે ઝડપાયા છે. ડોળીયામાં થયેલ દરોડામાં ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
નાની મોલડી પોલીસ ટીમે બાતમીને આધારે મોટી મોલડી ગામે જુગારની રેડ કરી હતી. જેમાં કાળુ માવજીભાઈ જાદવ, હરજી ભલાભાઈ મેઘાણી, મનજી ભીખાભાઈ ભલગામા, નાગજી કરશનભાઈ જાદવ, જયસુખ દીલીપભાઈ વાઢેર, રસીક ગેલાભાઈ રોજાસરા, વિકાસ કમાભાઈ ભામાણી ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપિયા 20,840 સાથે પકડાયા હતા. જયારે જોરાવરનગર પીએસઆઈ ડી.ડી.ચુડાસમાની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલા સ્ટાફને બાકરથળી ગામની સીમમાં બાવળની કાંટમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ઘનશ્યામ કાનજીભાઈ કાસોડીયા, ધનરાજસીંહ હરીસીંહ ઝાલા અને રમેશ રામસંગભાઈ કાલીયા રોકડા રૂપિયા 18,560, રૂપિયા 15 હજારના 3 મોબાઈલ ફોન સહિત રૂપિયા 33,560ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બીજી તરફ લીંબડી તાલુકાના જાંબુ ગામે જુગારની બાતમી મળતા પાણશીણા પોલીસે રેડ કરી હતી. જેમાં કાસમ મુસેભાઈ જત, સલીમ રહેમાનભાઈ સંઘરીયાત, નીઝામ ગફુરભાઈ સંઘરીયાત, આરીફ અલ્લુભાઈ સંઘરીયાત અને દાના તેજાભાઈ ચાવડા રોકડા રૂપિયા 11,270 સાથે પકડાયા હતા. આ ઉપરાંત સાયલાના ડોળીયા ગામની સીમમાં જુગાર રમતા ગીગા કચરાભાઈ સોલંકી અને ભરત ભીખાભાઈ માનસુરીયા રોકડા રૂપિયા 4,020, રૂપિયા 15 હજારના 3 મોબાઈલ અને રૂપિયા 10 હજારના બાઈક સહિત કુલ રૂપિયા 29,020 સાથે પકડાયા હતા. આ દરોડામાં ચમન મખાભાઈ, કરશન ગાંડાભાઈ અને મોબભાઈ ભીમાભાઈ ફરાર થઈ ગયા હતા. અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન રાજસીતાપુર ગામની હાઈસ્કૂલ પાસેથી વરલી મટકાનો જુગાર રમતા પીન્ટુ મંગાજીભાઈ કોકટીયાને રોકડા રૂપિયા 300 સાથે ઝડપી લીધો હતો. ધ્રાંગધ્રાના નવયુગ સીનેમા પાસેથી મોચીવાડમાં રહેતો કિશન રાજુભાઈ સોલંકી વરલી મટકાનો જુગાર રમતો રોકડા રૂપિયા 950 સાથે ઝડપાયો હતો. ચોટીલાના આણંદપુર ગામના હનુમાન ઢોરા પાસેથી ભેટસુડાનો મુના ગોકળભાઈ કુકડીયા રૂપિયા 1,100 સાથે વરલી મટકાનો જુગાર રમતો પકડાયો હતો.










