સુરેન્દ્રનગર જિલ્લાના પડોશી જિલ્લા પાટણમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી હતી. ત્યારે પડોશી જિલ્લામાં પડેલ વરસાદની અસર સુરેન્દ્રનગર જિલ્લાના પાટણની સરહદે આવેલા ગામડાઓમાં દેખાય છે. મંગળવારે રાત્રે 10થી 12ના સમયગાળામાં દસાડા તાલુકાના પાટણની સરહદે આવેલા પાનવા, વડગામ, દસાડા, જરવલા, નવરંગપુરા અને પાટડી શહેરમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લીધે પાટડીની સુરજમલજી હાઈસ્કૂલમાં રમાતી ક્રીકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મોકુફ રાખવી પડી હતી. જિલ્લાના અન્ય કોઈ સ્થળે વરસાદના વાવડ નથી. જયારે સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવારે સુર્યનારાયણ આકરા તપ્યા હતા. જયારે બુધવારે મહત્તમ તાપમાન 40.5 ડીગ્રી નોંધાયુ હતુ.



  • Follow us on: