સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમીશ્નર નવનાથ ગવ્હાણેની સુચનાથી ડેપ્યુટી કમીશ્નર એસ. કે. કટારા સહિતની ટીમે શહેરના વિવિધ વિસ્તારોનો બુધવારે રાઉન્ડ લગાવ્યો હતો.
જેમાં શહેરના નવા જંકશન વિસ્તાર, જોરાવરનગર, રતનપર વિસ્તારમાં પોતાની દુકાનો પાસે ગંદકી કરતા વેપારીઓ પાસેથી રૂપિયા 14,600નો દંડ વહીવટી ચાર્જ તરીકે વસુલ કરાયો હતો. મનપાની ટીમે મંગળવારે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ગંદકી કરનાર લોકો અને વેપારીઓ પાસેથી રૂપિયા 24 હજારનો દંડ વસુલ્યો હતો.










