સુરેન્દ્રનગર જિલ્લા સહિત રાજયના 9 જિલ્લામાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યુ છે. જેમાં હીટવેવની શકયતા વર્ણવાઈ છે. ત્યારે જિલ્લામાં મંગળવારે મહત્તમ તાપમાન 42.8 ડીગ્રી નોંધાયુ હતુ.
આ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં ઘટાડો નોંધાયો છે. બુધવારે જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડીગ્રી નોંધાયુ છે. આમ, મહત્તમ તાપમાનમાં 1.8 ડીગ્રીનો ઘટાડો થયો છે. પરંતુ જિલ્લામાં હીટવેવ જારી છે. ખાસ કરીને બપોરના સમયે અંગ દઝાડતી ગરમી જોવા મળી છે. આજે તા. 13મી માર્ચના રોજ હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનો યલો ઝોનમાં સમાવેશ કરીને યલો એલર્ટ જારી કર્યુ છે. આથી ગરમીનો પારો 40 ડીગ્રી આસપાસ રહે તેવી શકયતા રહેલી છે.










