સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે જુગારની બદીને ડામવા અલગ-અલગ 8 સ્થળોએ રેડ કરી હતી. જેમાં સુરેન્દ્રનગરના રહેણાક મકાનમાં ચાલતા ઘોડીપાસાના જુગાર પર એસએમસી, મુળીના કુંતલપુરની વાડીમાં ચાલતા ગંજીપાનાના જુગાર પર એલસીબી ટીમે રેડ કરી હતી. કુલ 8 દરોડામાં 25,56,560ની મત્તા સાથે 26 જુગારીયાઓ પકાડાયા હતા.


જયારે 11 જુગારીયાઓ પોલીસને થાપ આપી ફરાર થઈ ગયા હતા.સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એસ.વી.ગળચર સહિતનાઓને સુરેન્દ્રનગરના આંબેડકરનગરના રહેણાક મકાનમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં ઘોડીપાસાનો જુગાર રમતા મનસુખ ઉર્ફે ચકો રણછોડભાઈ પરમાર, અમીત કાનજીભાઈ રાઠોડ, રામભાઈ રાણાભાઈ ગમારા, વિશાલ વિનોદભાઈ મઢવી, દીપક ધનજીભાઈ દાફડા, ચંદુ કરશનભાઈ મહીડા, કુલદીપસીંહ રણજીતસીંહ રાઠોડ, ભુપત દેવાભાઈ બોરીચા અને રમેશ જશવંતભાઈ રાઠોડ રોકડા રૂપીયા 5,41,320, રૂપીયા 13.50 લાખના 7 વાહનો, રૂપીયા 4.14 લાખના 9 મોબાઈલ સહિત કુલ રૂપીયા 23,05,590ની મત્તા સાથે પકડાયા હતા. આ દરોડામાં રાજુ ડાંગર, પ્રદીપ કાનજીભાઈ સોલંકી, કરણ ખત્રી, તેજસીંહ ઉર્ફે ભૈયો અને રવી ફરાર થઈ ગયા હતા. બીજી તરફ સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાના માર્ગદર્શનથી પેટ્રોલિંગ કરી રહેલા દશરથભાઈ, સંજયભાઈ સહિતનાઓને મુળીના કુંતલપુર ગામની સીમમાં આવેલ વાડીમાં જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડી માલીક મુકેશ નરશીભાઈ સંતોકી, અશોક ઓધવજીભાઈ સંતોકી, જતીન દલીચંદભાઈ પટેલ, જીજ્ઞેશ હીરાભાઈ જાદવ, મુકેશ વેલજીભાઈ મોટકા, હરદેવ બાલાભાઈ ઈંદરીયા, બળદેવ વીરજીભાઈ થરેસા ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 1.03 લાખ, રૂપીયા 31 હજારના 7 મોબાઈલ, રૂપીયા 1 લાખના 5 બાઈક સહિત રૂપીયા 2.34 લાખની મત્તા સાથે ઝડપાયા હતા. આ દરોડામાં હીતેશ પારધી અને સંજય ભરતભાઈ ફરાર થઈ ગયા હતા. જયારે જોરાવરનગર પીએસઆઈ ડી.ડી.ચુડાસમાની સુચનાથી પેટ્રોલિંગ કરી રહેલા અશોકસીંહ, મીતભાઈ સહિતની ટીમે જુગારની બાતમીને આધારે વઢવાણ તાલુકાના કરણગઢ ગામના તળાવની પાળે રેડ કરી હતી. જેમાં રસીક પરસોત્તમભાઈ નાકીયા, ગંગારામ શંકરભાઈ દેદાદરીયા, પરસોત્તમ રતુભાઈ કમેઝળીયા રોકડા રૂપીયા 11,710 સાથે ઝડપાયા હતા. આ દરોડામાં અજય નાનજીભાઈ જાંબુકીયા, સુનીલ દલપતભાઈ જાંબુકીયા અને અશ્વીન બચુભાઈ જાંબુકીયા ફરાર થઈ ગયા હતા. આ ઉપરાંત લીંબડીના ખાખ ચોક નજીક ભોગાવા નદીના પટમાં ગુડદી પાસાના જુગારની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં લલીત કાનજીભાઈ પંચાલ, કીશન જેઠાભાઈ ડોરીયા અને મનસુખ સવજીભાઈ પંચાલ રોકડા રૂપીયા 2920 સાથે ઝડપાયા હતા. આ દરોડામાં પ્રવીણ ઉર્ફે રઘુ બલુભાઈ મકવાણા ફરાર થઈ ગયો હતો. બનાવની લીંબડી પોલીસ મથકે ફરિયાદ નોંધી ફરાર આરોપીને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ બી.જે.સોલંકી ચલાવી રહ્યા છે. જ્યારે ધ્રાંગધ્રાના ખાટકીવાડમાં આંગણવાડી પાસે જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા મયુદ્દીન સુલેમાનભાઈ અને ફરદીન સીકંદરભાઈ ભટ્ટી રોકડા રૂપીયા 1120 સાથે ઝડપાયા હતા. અને સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે શહેરના ગંગાનગરમાં જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા ચંદ્રેશ રમેશભાઈ ગોહીલ અને બળવંત રમેશભાઈ ગોહીલને રોકડા રૂપીયા 600 સાથે ઝડપી લીધા હતા.

સુરેન્દ્રનગરની વેલનાથ સોસાયટીમાં આવેલ દશામાના મંદીર પાસેથી વરલી મટકાનો જુગાર રમતો હીરેન ઉર્ફે હીરલો જગદીશભાઈ ડણીયા રોકડા રૂપીયા 190 સાથે પકડાયો હતો. ચોટીલાની આણંદપુર ચોકડી પાસેથી વરલી મટકાનો જુગાર રમતો ચોટીલાના મફતીયાપરામાં રહેતો ભરત સોમાભાઈ બથવાર રોકડા રૂ. 430 સાથે ઝડપાયો હતો.


  • Follow us on: