સુરેન્દ્રનગર શહેરમાં નગરપાલિકાની સતા હતી ત્યારે સદસ્યો કે રાજકીય નેતાઓની ભલામણ કે દબાણથી મોટા ટેક્ષ ધારકો ભરવામાં વિલંબ કરવા છતાંય માત્ર નોટીસ આપ્યા બાદ કોઈ નક્કર કે કડક કાર્યવાહી થતી ન હતી.
પરંતુ સુરેન્દ્રનગર મ્યુનિ. કોર્પોરેશન અમલમાં આવ્યા બાદ કોર્પોરેશનના વહીવટદાર ક્લેકટર રાજેન્દ્ર પટેલ અને કમિશનર નવનાથ ગવ્હાણે દ્વારા શહેરમાં બાકી ટેક્ષ ધારકો સામે લાલ આંખ કરી નહી ભરનાર સામે નોટીસ બાદ સીધી જ સિલિંગની કાર્યવાહી શરુ કરી દેવાઈ છે.ત્યારે શહેરની એસ.પી.સ્કૂલની બાકી રકમ ભરવામાં વિલંબ થતા ડેપ્યુટી કમિશનર અર્જુનસિહ ચાવડાની ટીમ સ્કૂલે પહોચી બાળકોના શીક્ષણ ઉપર અસર થાય એટલે સ્કૂલના બદલે પ્રિન્સિપાલ ઓફીસ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ સીલ કરતા પહેલા તુરંત જ પ્રિન્સિપાલ દ્વારા 25 લાખનો ચેક આપ્યો હતો અને બાકીની રકમ ભરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ મહાનગરપાલિકાની ટીમે સીલની કાર્યવાહી સ્થગિત રાખી હતી. આમ હવે ટેક્ષ ભરવામાં વિલંબ કરનારા સામે કોર્પોરેશને લાલ આંખ કરતા ફ્ફ્ડાટ વ્યાપી ગયેલ છે.










