સુરેન્દ્રનગરમાં 900 હથિયાર ધારકોને પોલીસે નોટીસ ફટકારી છે.આર્મ્સ એક્ટનું ફરજિયાત પાલન કરવા SPએ સૂચના આપી છે જેમાં જાહેર સ્થળો પર ફાયરિંગ ન કરવા સૂચના આપી છે તેમજ ભય ફેલાય એ રીતે ફોટા કે વીડિયો ન મુકવા જિલ્લા એસપીએ સૂચના આપી છે જે પણ વ્યકિત પાસે હથિયાર છે અને તે હથિયારના લાયસન્સનું પાલન નહી કરે તો તે રદ કરવા સુધીના કામગીરી પણ થઈ શકે છે.


હથિયારનુ લાયસન્સ રદ સુધીની કાર્યવાહી: SP

સુરેન્દ્રનગર જીલ્લાના 900 હથિયાર ધારકોને પોલીસ દ્વારા નોટીસો ફટકારી છે જેમાં આર્મ્સ એક્ટનું પાલન ફરજિયાત કરવા જીલ્લા એસપી ગીરીશકુમાર પંડ્યા દ્વારા સુચનાઓ આપી છે.હથિયારો બાહર ન દેખાય એમ કવરમા રાખવું અને ફુલેકા જેવા જાહેર સ્થળો પર ફાયરિંગ ન કરવા હથીયારો બીજાને વાપરવા કે રાખવા ન દેવા તેવી સૂચના આપવામાં આવી છે.ભય ફેલાય એ રીતે ફોટા કે વીડિયો મૂકશો તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

પોલીસે અનેક વાહનો ડીટેઇન કર્યા

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડાએ તમામ પોલીસ સ્ટેશનના પીઆઈને આદેશ કર્યો હતો કે,શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવે જેને લઈ પોલીસ પણ એકટિવ મોડમાં આવી ગઈ હતી,પોલીસ દ્રારા મોડી રાત્રે શહેરમાં કોમ્બિંગ હાથ ધર્યુ હતું જેમાં અલગ-અલગ સ્થાનિકોના વાહનો ચેક કરવામાં આવ્યા હતા તેમજ જે લોકો હથિયાર સાથે ઝડપાયા હતા તેમની સામે કાર્યવાહી કરી હતી સાથે સાથે પ્રોહિબિશનના કેસ પણ કર્યા હતા,પોલીસે અલગ-અલગ ગુનાઓ નોંધીને કાર્યવાહી કરી છે.

અસામાજિક તત્વો ગભરાયા

સમગ્ર કોમ્બિંગ દરમિયાન અસામાજિક તત્વોને પણ ચેક કરવામાં આવ્યા હતા અને તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી.બીન જરૂરી મોડીરાત્રે આંટા મારતાં લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તો રોગ સાઇડ, નંબર પ્લેટ, પીધેલા, હથિયાર સાથે ફરતાં અને લાયસન્સ વગરનાં આવા તમામનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ,અનેક વાહનો ડીટેઇન કરાયા મોટી ગાડીઓની તલાસી લેવાઇ રાત્રે રખડતા યુવાનોને અને માતાપિતાને સંદેશ ન્યૂઝની અપીલ છે કે,આપના બાળકોને રાત્રે રખડતા બંધ કરો નહીતર પોલીસ કરશે કાર્યવાહી.

  • Follow us on: