સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં છાશવારે એસ.ટી. બસ અકસ્માતનું કારણ બને છે. થોડા દિવસો પહેલા ધંધૂકા-ધ્રાંગધ્રા રૂટની એસટી બસ અડફેટે સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ ઉપર બે યુવતીના મોત થયા હતા.
ત્યારે ફરી એસ.ટી. બસને અકસ્માત થયો છે. વધુમાં મળતી માહિતી મુજબ ગુરૂવારે સવારના સમયે પાટણ-દ્વારકા રૂટની એસ.ટી. બસ સુરેન્દ્રનગર શહેરમાંથી બહાર નીકળી રાજકોટ તરફ જતી હતી. ત્યારે ત્રિ-મંદિર પાસે ટર્ન લેતી કાર સાથે એસ.ટી. બસ અથડાઈ હતી. અને રસ્તાની સાઈડમાં ઉતરી વીજ પોલ સાથે અથડાઈ હતી. આ બનાવમાં સદ્દનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. પરંતુ મુસાફરો માટે એકાદ કલાક સુધી કોઈ વ્યવસ્થા ન થતા મુસાફરો તડકામાં શેકાયા હતા. આ બનાવની જાણ થતા બીટ જમાદાર બળવંતસીંહ પરમાર સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.










