સુરેન્દ્રનગર મહેતા માર્કેટના ભીડભાડ વાળા વિસ્તારમાં માર્કેટની અંદર ભારે વાહનોની અવર જવર રહેતી હોવાથી વેપારીઓ અને લોકોને મુશ્કેલી પડતી હોવાથી પ્રતિબંધની માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર જીલ્લાની સૌથી મોટી હોલસેલ માર્કેટ મહેતા માર્કેટ તરીકે ઓળખાય છે.અહી જિલ્લાભરના નાના મોટા વેપારીઓ અને રહીશો ખરીદી કરવા માટે આવતા હોય છે.સાથે આ માર્કેટમાં સાંકળા રસ્તાના કારણે સતત ભીડ રહેતી હોય છે.
એવામાં વારંવાર મહેતા માર્કેટમાં મોટા ટેમ્પો,ટ્રકની અવર જવર રહેતી હોવાથી અનેક વખત ટ્રાફ્કિની સમસ્યા સર્જાતી હોય છે.ત્યારે કોર્પોરેશન જાહેર કરાયા બાદ હવે નવા વહીવટદાર કે કમિશનર દ્વારા મહેતા માર્કેટમાં રવિવાર શિવાયના દિવસોમાં સવારથી સાંજ સુધી ભારે વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી છે.જેથી કાયમી મહેતા માર્કેટની ટ્રાફ્કિની સમસ્યા ઉકેલી શકાય.હવે આ ગંભીર બાબતે કોર્પોરેશન દ્વારા કેવી કાર્યવાહી કરાય છે એની સામે સૌનીનજર મંડાયેલી છે.